હાર્દિકની ઉધ્ધવ સાથે મુલાકાત, લાલજી પટેલને શું પડ્યો વાંધો, જીજ્ઞેસ મેવાણીએ શું કહ્યું ? જાણો
વધુમાં અતુલ પટેલે જણાવ્યું કે, શિક્ષણ મેળવ્યા બાદ યુવાઓને રોજગારીનો પ્રશ્ન છે તેમ જ અનામત સહિતના બીજા પ્રશ્નો છે એ સમસ્યા લઈને તે નીકળ્યો છે એટલે જુદા-જુદા રાજકીય પક્ષોના નેતાઓ તેને સમર્થન આપે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવકતા વરુણ પટેલે કહ્યું હતું કે 'હાર્દિક પટેલની આ વ્યકિતગત મુલાકાત છે. શિવસેનામાં જોડાયો નથી.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ પાટીદાર આંદોલન સમિતિના સભ્ય અતુલ પટેલે કહ્યું હતું કે, 'શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ જે કહ્યું એ પહેલાં આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ હાર્દિકને સીએમના પદ માટે કહ્યું હતું. હાર્દિક પટેલની ઉંમર નથી કે તે સીએમ બની શકે. હાર્દિક એક ચળવળ લઈને નીકળ્યો છે.
દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે 'ભારત માટે આ શોકિંગ ઘટના હોવી જોઈએ. આવી કોઇ ઘટના બનશે તેવું હું માની શકું નહીં. હાર્દિકે કંઈ કહ્યું એ ખબર નથી, પણ તેનું શિવસેના અને ઉદ્ઘવ ઠાકરે પાસે જવું એ અસહ્ય ઘટના છે. મારો પ્રયત્ન તેને પ્રગતિશીલ વિચારધારા તરફ લઈ જવાનો હતો એના પર પાણી ફરી વળ્યું છે.'
લાલજી પટેલે જણાવ્યું હતું કે, 'પાટીદાર સમાજે તેને હીરો બનાવ્યો છે ત્યારે રાજકારણમાં આવું ન કરાય. નેતા બનવું હોય તો જાહેરમાં આવો. આ પહેલાં તે નીતિશકુમારને તેમ જ બીજા નેતાઓને પણ મળ્યો હતો એટલે છાંટા તો ઊડવાના જ. સમાજના નામે રાજકારણ ન કરાય, નહીં તો સમાજ ઉખેડીને ફેંકી દેશે. ગુજરાતમાં બે પક્ષ મજબૂત છે. શિવસેના ગુજરાતમાં નથી.'
મુંબઇમાં હાર્દિક પટેલની ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત અને હાર્દિકને શિવસેનાનો ગુજરાતમાં મુખ્ય ચહેરો જાહેર કરવાના શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેના નિવેદન બાબતે ગુજરાતમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. પાટીદારો માટે અનામતની માંગણી માટે એક સમયે, એકસાથે, એક સ્ટેજ પર ઊભા રહેલા સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાનો ચહેરો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાર્દિક અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની મુલાકાતે રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા, રાજકીય પક્ષોથી માંડીને તમામ જગ્યાએ પણ બસ આ મુલાકાતની ચર્ચા ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -