સાણંદઃ હવસ ન સંતોષાતા યુવકે યુવતીની દાતરડાના ઘા મારી કરી હત્યા, 12 માસની બાળકીને પણ ન છોડી
આ અંગેની વિગતો એવી છે કે, વડનગરમાં મૂળ બિહારનો પરિવાર રહેતો હતો. 22 વર્ષીય પરણીત યુવતી અને 12 માસની પુત્રી ઘરે એકલા હતા ત્યારે પરિચીત યુવક ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરમાં ઘૂસીને તેણે યુવતી સાથે બળજબરી શરૂ કરી હતી. જોકે, પરિણીતાએ યુવકનો પ્રતિકાર કરતાં જ તેને દાતરડાના ઘા ઝીંકી દીધા હતા. યુવતીના ખભે 12 માસની બાળકી હતી તેને પણ આ શખ્સે દાતરડું ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધનંજયગીરીએ આશંકા વ્યક્ત કરી છે કે, તે પત્ની ચંદા સાથે બળજબરી કરવા ગયો હતો. ચંદાએ ના પાડતા તેની અને દીકરીની હત્યા કરી નાખી. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળી તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે, મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રણેક વર્ષથી સાણંદ તાલુકાના વડનગર ગામમાં ભાડાના મકાનમાં રહીને નજીકની ફેક્ટરીમાં કામ કરતા ધનંજય રાજેન્દ્રગીરી મંગળવારે સવારે નોકરીએ ગયા હતા. ઘરે પત્ની ચંદા અને 12 માસની પુત્રી રિયા એકલા હતા. બપોરે સ્થાનિકનો ધનંજયભાઇ પર ફોન આવ્યો કે તેમના ઘરે પોલીસ આવી છે.
સાણંદઃ બાવળામાં માતા-પુત્રીની હત્યા બાદ વધુ એક ડબલ મર્ડરની ઘટના સાણંદના વડનગરમાં સામે આવી છે. વડનગરમાં રહેતા યુવકે પોતાની હવસ ન સંતોષાતા 22 વર્ષીય યુવતી અને તેની 12 માસની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યારો આરોપી પકડાઇ જતાં સમગ્ર પ્રકરણ ખૂલ્યું હતું.
ધનંજયભાઈએ આરોપી અમીન્દર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાવતા આક્ષેપ કર્યો કે તે પહેલા તેમની સાથે જ ફેક્ટરીમાં કામ કરતો હતો અને ક્યારેક ઘરે આવતો હોય બન્ને પરિવાર એક બીજાથી પરિચીત હતા. અમીન્દરે છેલ્લા પંદરેક દિવસથી નોકરી પણ છોડી દીધી છે.
ધનંજયભાઇ ઘરે આવ્યા અને જોયું તો તેમની પત્ની અને પુત્રી લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. હત્યા થઇ હોવાનું માલૂમ થતાં જ ધનંજયભાઇ ભાંગી પડ્યા હતા. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોકોએ એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
બપોરે યુવતીની બૂમાબૂમ સંભળાતા જ લોકો દોડી આવ્યા હતા. દરમિયાન આરોપી અમીન્દર રામપ્રસાદ શાહ દાતરડું લઇને ભાગવા જતો હતો, પણ લોકોએ તેને ઝડપીને પોલીસને સોંપી દીધો હતો. નોંધનીય છે કે, દિવાળીમાં ફેક્ટરી બંધ હોવાથી ધનંજયભાઇ તેમના પરિવાર સાથે છઠ પૂજા મનાવવા વતન ગયા હતા. તેમજ સોમવારે પરત આવ્યા હતા.
પોલીસે પાડોશીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપી અમીન્દર રામપ્રસાદ શાહ પહેલા આ જ મકાનમાં નીચેના ભાગે રહેતો હતો અને મૃતક યુવતી અને તેનો પરિવાર ઉપરના માળે રહેતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -