અમદાવાદઃ યુવતીને ઘરે બોલાવી ફાઇનાન્સરે ગુજાર્યો બળાત્કાર, જાણો કેવી રીતે થયો પર્દાફાશ?

અમદાવાદ: આનંદનગરમાં રહેતા ફાઇનાન્સરે સાફ-સફાઈના બહાને બાવળાની મહિલાને ઘરે બોલાવી બળાત્કાર ગુજારતાં ભારે ચકચાર મચી ગઈ છે. મહિલાને પગ દબાવવાનું કહીને પરાણે સેક્સ માણ્યું હતું અને પછી કોઈને કહેશે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પ્રિયાના માસીના ધ્યાને આ વાત આવતાં તેમણે ગામના વડીલોને વાત કરી હતી. વડીલોએ મહિલા હેલ્પલાઇનની મદદથી આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વિનોદભાઈ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પછી સવારે વિનોદભાઈ પ્રિયાને બાવળા મૂકી ગયા હતા અને કોઈને ન કહેવાનું જણાવી મારી નાંખવાની ધમકી આપી હતી. ધમકીને કારણે પ્રિયા ચૂપ રી હતી. જોકે, પ્રિયાને દુખાવો ઉપડતાં તે ડોક્ટર પાસે ગઈ હતી. આ પછી તેણે સમગ્ર હકિકત તેના માસીને જણાવી હતી.
જોકે, આ સમયે વિનોદભાઈએ હજુ કામ બાકી હોવાનું જણાવી પછી મૂકી જવાનું કહ્યું હતું. બીજા દિવસે પણ પ્રિયાએ આખો દિવસ કામ કર્યું હતું. સાંજે વિનોદભાઈ બાવળાથી પરત ફર્યા હતા. આ રાતે પણ વિનોદભાઈએ પગ દબાવી આપવા માટે પ્રિયાને કહ્યું હતું. જોકે, પ્રિયાએ ઇનકાર કરતાં વિનોદભાઈએ તેની સાથે બળજબરી કરી હતી અને પરાણે સેક્સ માણ્યું હતું.
વિનોદભાઈએ દિવાળીનું કામ હોવાથી પ્રિયાને તેના માસીએ તેઓની સાથે અમદાવાદ મોકલી હતી. વિનોદભાઈ પ્રિયાને તેમના ફ્લેટ ખાતે લઈ ગયા હતા. જ્યાં તેણે આખો દિવસ કામ કર્યું હતું. આ પછી રાતે વિનોદભાઈએ પ્રિયાને પગ દબાવી આપવાનું કહ્યું હતું. જોકે, પ્રિયાએ ના પાડી હતી અને ઘરે મૂકી જવા કહ્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, બાવળામાં પ્રિયા(નામ બદલેલ છે) નામની વિધવા મહિલા તેનાં માસા-માસી સાથે રહે છે. પાંચ દિવસ પહેલાં મૂળ બાવળાના અને અમદાવાદના આનંદનગરના બોધી ફ્લેટમાં રહેતા ફાઇનાન્સર વિનોદભાઈ પટેલ તેમના ઘરે આવ્યા હતા.