અમદાવાદઃ સાધ્વીએ બિઝનેસમેનને દારૂ પીવડાવ્યા માણ્યું સેક્સ ને પાડી લીધા અશ્લીલ ફોટા, જાણો પછી શું આવ્યો અંજામ?
અમદાવાદઃ શહેરના સ્ક્રેપના વેપારીના રાજસ્થાનની સાધ્વીએ અશ્લીલ ફોટા પાડીને 50 લાખ ખંડણી માંગી હતી. જોકે, વેપારીએ ખંડણી ન આપતાં સાધ્વીએ બળાત્કારની ફરિયાદ કરતાં વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર ઘટના ઓઢવ પોલીસમાં પહોંચી છે. હાલ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ બંને વચ્ચે પાંચ લાખ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. પરંતુ સાધ્વીએ વેપારી સામે રાજસ્થાનમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી હતી. જેની જાણ વેપારીને થતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સાવરનાથે જણાવ્યું હતું કે, સાધ્વી મને બદનામ કરવા બળાત્કારની ફરિયાદ નોંધાવી પૈસા માંગી રહી છે. જેથી મેં મારું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ધંધામાં બરકત કરી દેવાનું કહીને સાવરનાથને ચિલોડાના એક ફાર્મ હાઉસમાં બોલાવ્યા હતા અને અહીં દારૂમાં કેફી દ્રવ્ય પીવડાવી શારીરિક સંબંધ બાંધી તેના અશ્લીલ ફોટા પાડી લીધા હતા. આ પછી સાધ્વીએ ફોટા બતાવી 50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. એટલું જ નહીં, ફોટા બતાવી બ્લેકમેલ કરી લગ્ન માટે પણ દબાણ કરવા લાગી હતી.
મૂળ રાજસ્થાન માંડલ જિલ્લાના ખાખરી કા બાડિયા ગામના વતની સાવરનાથ યોગી નિકોલમાં સ્ક્રેપનો ધંધો કરે છે. સાવરનાથને મિત્ર પ્રકાશનાથે ફોન કરી રાજસ્થાનથી આવેલા એક સાધ્વી સાથે મુલાકાત કરાવી હતી. આ સમયે સાધ્વીએ તેને ધંધામાં બરકત અપાવવાનું કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -