બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે તોડી પાડવામાં આવશે મણિનગર રેલવે સ્ટેશન, અન્ય સ્થળે ખસેડાશે
અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઇ વચ્ચેનું 508 કિ.મીનું અંતર અઢી કલાકમાં કાપશે. બુલેટ ટ્રેનનું ભાડું 2500થી 3000ની આસપાસ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહાત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હવે આ પ્રોજેક્ટને લઈને બુલેટ ટ્રેનના રૂટમાં આવતા મણિનગર રેલવે સ્ટેશનને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રેલવે સ્ટેશનની જગ્યાએ બુલેટ ટ્રેનના કોરિડોર પિલ્લર બનશે અને મણિનગર રેલવે સ્ટેશનને અન્ય સ્થળે ખસેડવામાં આવશે.
રેલવે સ્ટેશન ખસેડવા રેલ કોર્પોરેશન તેમની ડિઝાઇન પણ રેલવેને સુપરત કરશે. મણિનગર રેલવે સ્ટેશનને 24 કોચની ટ્રેન ઉભી રહે તેવી ક્ષમતાવાળું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. મણિનગરનું રેલ્વે સ્ટેશન તૂટતા નવું રેલ્વે સ્ટેશનને બનાવવા માટે કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા અલગથી બજેટ ફાળવવમાં આવશે. વર્ષ 2022 સુધી બુલેટ ટ્રેન દોડાવવાનું સરકારનું આયોજન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -