✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના કયા આઠ શહેરોમાં રૂપાણી સરકાર બનાવશે નવી મહાનગરપાલિકા? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Apr 2018 11:31 AM (IST)
1

શહેરી વિકાસ વિભાગે આ અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે આગામી સમયમાં મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી-અર્થે રજૂ કરાય તેવી સંભાવના છે. શહેરી વિકાસ વિભાગમાં આ અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે ગત થોડા સમય દરમિયાન મંત્રીમંડળની બેઠકમાં પણ ચર્ચામાં લેવાઈ હતી. જોકે, તે વખતે તેમાં કેટલીક ત્રૂટીઓ જણાંતા તેને સુધારવાની હિમાયત કરાઈ હતી. તે વખતે મંત્રીમંડળની બેઠકમાં એવી પણ ચર્ચા થઈ હતી કે, ગુજરાતમાં આઈએએસ ઓફિસરોની તીવ્ર તંગી વર્તાઈ રહી છે.

2

ગાંધીનગર: ગુજરાતમાં હાલ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ જેવી 8 મહાનગરપાલિકાઓ છે. જેનો સીધો રાજકીય અને આર્થિક લાભ, સત્તાધારી પક્ષ તથા મહાનગરોની વસિતને મળી રહ્યો છે. ગુજરાત સરકારે હવે, નડિયાદ, આણંદ, ભરૂચ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ અને મહેસાણા ‘અ’ વર્ગની નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવવા અંગેની વિચારણા કરી રહી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

3

મહાનગરપાલિકાઓ અને મોટાભાગની નગરપાલિકાઓ ભાજપ હસ્તક છે. અર્થાત મોટાભાગના શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ છે. નવી 8 મહાનગરપાલિકાઓ બને તો, નવો શહેરી વિસ્તાર વધે અને એનાથી ભાજપને મોટો રાજકીય લાભ મળી શકે છે. મહાનગરપાલિકાઓને ભારત સરકારની યોજનાઓ તરફથી આર્થિક સહાય મળે તો રાજ્ય સરકાર ઉપર આર્થિક ભારણ ઘટી શકે તેમ છે.

4

દરખાસ્ત મુજબની 8 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવે તો તેનો સીધો રાજકીય ફાયદો ભાજપને મળે તેવી શક્યતા છે. હાલની મહાનગરપાલિકાઓની કુલ વિધાનસભાની બેઠકો પૈકીની મોટાભાગની બેઠકો ભાજપ હસ્તક છે.

5

25,000થી વધુ વસતિ ધરાવતી ગ્રામ પંચાયતોને પાલિકામાં ફેરવાયા છે. સરકારે પાલિકાઓને 4 કેટેગરીમાં ફેરવી છે. જેમાં એક લાખથી વધુ વસતિ ધરાવતી 22 નગરપાલિકાઓ ‘અ’ વર્ગ, 50 હજારથી 1 લાખ સુધીની વસિત ધરાવતી 34 નગરપાલિકાઓ ‘બ’ વર્ગ, 25થી 50 હજારની વસતિવાળી 62 નગરપાલિકાઓ ‘સી’ વર્ગ અને 15થી 25 હજાર સુધીની વસતિ ધરાવતી 44 નનગરપાલિકાઓ ‘ડી’ વર્ગમાં સમાવી છે.

6

નગરપાલિકાઓને તેમની કેટેગરી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા નાણાંકિય સહાય આપે છે. જ્યારે મહાનગરપાલિકાઓના પોતાના આવક સ્ત્રોત હોવા છતાં ભારત સરકારની વિવિધ યોજનાઓનો પણ લાભ તેમને મળી રહ્યો છે. નગરપાલિકાઓની સરખામણીમાં મહાનગરપાલિકાની વસતિનું જીવનધોરણ વધું ઉંચ મનાય છે.

7

હવે આ મહાનગરપાલિકાઓમાં નિયમ મુજબની વસતિને સામેલ કરવા માટે અન્ય કઈ-કઈ નાની નગરાપાલિકાઓ કે નજીકની ગ્રામ પંચાયતોને તેમાં સામેલ કરવી? તે બાબતે પણ કાર્યવાહી શરૂ થઈ હોવાની માહિતી મળી હતી. હાલ 8 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવવા અંગેની બાબત પ્રાથમિક તબક્કામાં છે. એને મંત્રીમંડળની બેઠકમાં લીલીઝંડી મળ્યા બાદ જ તે દિશામાં કોઈ કામગીરી શરૂ કરવામાં આવશે.

8

હાલની સ્થિતિએ જામનગર, જૂનાગઢ જેવી મહાનગરપાલિકાઓમાં કોઈ અનુભવી આઈએએસ ઓફિસર, મ્યુનિસિપલ કમિશનર તરીકે જવા તૈયાર થતાં નથી. ત્યાં આ 8 નવી મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવાશે તો ત્યાં મ્યુનિસિપલ કમિશનર તરીકે કોને મોકલવા? તે એક પ્રશ્ન બની રહેશે. જોકે દરખાસ્ત પરની ચર્ચામાં આવા કેટલાક નકારાત્મક મુદ્દાઓની સામે ભાજપ માટે રાજકીય ફાયદાકારક એવા સંખ્યાબંધ મુદ્દા પણ ચર્ચાયા હતા. એનો સીધો અર્થ એ છે કે રાજ્ય સરકારમાં હાલને તબક્કે 8 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતના કયા આઠ શહેરોમાં રૂપાણી સરકાર બનાવશે નવી મહાનગરપાલિકા? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.