અમદાવાદઃ મદરેસામાં ભણતી સાત વર્ષની બાળકી પર મૌલાનાએ ગુજાર્યો બળાત્કાર
પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી મદરેસાથી આવ્યા પછી દસ વાગ્યા સુધી રમતી હતી. પછી જ્યારે મેં મૌલાનાએ શું સબક શિખવ્યો તેવું પૂછતાં તેણે જણાવ્યું હતું કે, મૌલાનાએ પહેલા દસ રૂપિયા આપીને તેને વિમલ લેવા મોકલી હતી. વિમલ લઈને આવતાં બીજા દસ રૂપિયા આપ્યા હતા અને પછી તેને ટોયલેટમાં લઈ જઈને તેની સાથે બદકામ કર્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, મદરેસાના મૌલાનાએ કુરાન પઢવા આવતી 7 વર્ષની બાળકીને 10 રૂપિયા આપીને બળજબરીથી ટોયલેટમાં બળાત્કાર ગુજાર્યો હતો. મૌલાનાનો ભોગ બનેલી બાળકીનો ડર જોઈને તેની માતાએ બાળકીને પૂછતાં મૌલાનાની કરતૂત બહાર આવી હતી. આ ઘટનાથી પરિવાર અને સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.
7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર મૌલાના છેલ્લા 2 વર્ષથી મદરેસામાં ભણાવતો હતો. આ ઘટનાથી અન્ય બાળકોની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. ઈશનપુર પોલીસે મૌલાના વિરુદ્ધ બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદઃ શહેરના ઇશનપુર વિસ્તારમાં આવેલા મદરેસામાં ભણવા જતી સાત વર્ષની બાળકી પર મૌલાનાએ બળાત્કાર ગુજરાતના સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. મૌલાનાના આ કરતૂતથી પરિવાર અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ અંગે ફરિયાદ થતાં પોલીસે હવસખોર મૌલાનીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.