કોંગ્રેસના આઇટી સેલમાં ફરતાં થયાં મેસેજ, અહમદ પટેલના અંગત સ્વાર્થે કોંગ્રેસની બાજી બગાડી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jul 2017 12:59 PM (IST)
1
આ મેસેજ છેલ્લા બે દિવસથી કોંગ્રેસના નેતાઓને મોકલાઇ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. અહમદ પટેલ સામે ગુજરાત કોંગ્રેસમાં વ્યાપેલો અસંતોષ આ રીતે બહાર આવી રહ્યો હોવાનું કોંગ્રેસના સૂત્રો જણાવે છે અને આ મુદ્દો હવે ગરમ થશે, તેવું લાગે છે.
2
3
કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જ તમામ ઉમેદવારોની ઘોષણા એક વર્ષ અગાઉ જાહેર કરવાનું એલાન કર્યું હતું, જે ઇલેક્શન આડે પાંચ મહીના જેટલો સમય બાકી રહેવા છતાં થઈ શક્યું નથી. તેના પાછળ પણ દિલ્હીમાં બેસી પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષવાનું અહેમદભાઈનું પરદા પાછળનું રાજકારણ જ છે.
4
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાની બગાવતના કારણે ખળભળાટ મચેલો છે, ત્યારે બાપુના વિરોધી ગણાતા અહમદ પટેલને નિશાન બનાવીને કોંગ્રેસના જ આઇટી સેલના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફરતાં થતાં કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.