પહેલીવાર અમદાવાદમાં દોડી મેટ્રો, કઈ જગ્યાએથી ક્યાં સુધી કરાયું ટ્રાયલ, જાણો વિગત
અમદાવાદ મેટ્રોની એક વિશેષતાએ છે કે, તેના કોચિંસ ખૂબ જ મોડર્ન છે. આ મેટ્રો પ્રોજેક્ટના બીજા ફેઝમાં થલતેજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી ટ્રેન દોડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપરલ પાર્કથી શરૂ થયેલા 6.5 કિલોમીટરનો પ્રથમ ટ્રાયલ રન એપરલ પાર્કથી શરૂ થયું હતું. મેટ્રોના ટેક્નિકલ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિશ્વની ખૂબ જ મોડર્ન કહી શકાય તેવી સ્ટેઈનલેસ સ્ટિલની મેટ્રો ટ્રેન છે. આ 3 કોચની ટ્રેન છે, જેની કેપેસિટી 1,000 પેસેન્જરની છે. હાલમાં અમે ડ્રાઈવર સાથે ટ્રેન ચલાવીશું ભવિષ્યમાં આ ટ્રેન ડ્રાઈવર લેસ પણ થઈ શકશે. આ સ્ટેશન એક ઓપરેશન કંટ્રોલથી કનેક્ટ રહેશે.
જે અંતર્ગત મેટ્રો ટ્રેનને એપરલ પાર્કથી અમરાઇવાડી તરફ જતા એલીવેટેડ કોરીડોર પર અંત્યત ધીમી ગતિએ ચલાવવામાં આવી હતી. શહેરભરમાં આ સમાચારને લઇને અનોખો આનંદ છવાઈ ગયો હતો.
અમદાવાદમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે તેવી અમદાવાદ મેટ્રોનું પ્રથમ ટ્રાયલ રન ગુરૂવારે સાંજે કરવામાં આવ્યું હતું. ગુરૂવારે પહેલી વાર બપોરે 3.45 વાગ્યે ટ્રેન એપરલ પાર્કથી નીકળી હતી અને વસ્ત્રાલ જવા રવાના થઈ હતી. અમદાવાદીઓ માર્ચ મહિનાથી મેટ્રોની મુસાફરી કરી શકશે તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -