સગીરાને 8X8ના ખાડામાં 3 સપ્તાહ ગોંધી રાખી, સેક્સની ઇચ્છા થાય બહાર કાઢી હવસ સંતોષી પાછી ખાડામાં પુરી દેતાં
મને એક રિક્ષામાં બેસાડીને ખેતરમાં લઇ ગયા હતા ત્યાં મને મોટા ખાડામાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી મારા પર બળાત્કાર કરવો હોય ત્યારે જ આરોપી નરેશ મને ખાડામાંથી બહાર કાઢતો હતો. છોકરીએ આપેલા નિવેદનના આધારે પોલીસે આઠ આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો અને એ બધાની ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરેશ સોલંકીના પરિવારના સાત અન્ય લોકો સામે અપહરણ અને ગેરકાયદે બંદી બનાવવા સંબંધી ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, 11 નવેમ્બરે છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ગામથી આશરે બે કિલોમીટર દુર આવેલ એક ખેતરમાં લઇ જવામાં આવી હતી.
છોકરીને કોઇ શોધી ન શકે એટલા માટે તેને લાકડાના પાટિયાનું ઢાંકણ ધરાવતા આઠ ફુટ બાય આઠ ફુટના ખાડામાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી. ઘટનાનો ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, 11 નવેમ્બરની રાતે આઠ લોકોએ મારૃં અપહરણ કર્યુ હતું.
સગીર યુવકે તેનું નવેમ્બરમાં અપહરણ કરીને તેની સાથે વારંવાર બળાત્કાર કરીને આ મહિનાની શરૂઆતમાં છોડી મૂકી હતી. આ ઘટનાને લીધે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર 19 વર્ષના નરેશ સોલંકી સામે બળાત્કાર, અપહરણ અને ગેરકાયદે ગોંધી રાખવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સગીર તે છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. નરેશ અને છોકરી બન્ને દેવીપુજક જ્ઞાતિના છે. છોકરીના પરિવારે પોતાની દીકરીનાં લગ્ન નરેશ સોલંકી સાથે કરવાનો ઇન્કાર કર્યો ત્યારે નરેશ સોલંકીના પરિવારજનોએ છોકરીના અપહરણનું કાવતરૃં ઘડયું હતું.
અમદાવાદ: હાલ દેશમાં એવી કેટલીયે ઘટનાઓ બનતી હોય છે જેને જાણીને આપણું હૃદય કાંપી જાય છે. બસ આવી જ એક ઘટના મોરબી જિલ્લાના કોટડા નાયાણી ગામમાં બની છે. એક સગીર છોકરાએ 15 વર્ષની એક છોકરીનું અપહરણ કરીને તેને ખેતરમાં ખોદેલા ખાડામાં ત્રણ અઠવાડિયા સુધી રાખીને તેની સાથે વારંવાર બળાત્કાર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -