રાઘવજી પટેલનો હુંકારઃ પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાઘવજી પટેલે ભાજપ પર પ્રહાર કરતાં હુંકાર કર્યો છે કે, પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે. તેમણે જણાવ્યું છે કે, સુરત ખાતેના અભિવાદન સમારોહમાં જે રીતે ખુરશીઓ ઉછળી, જસદણ ખાતેના સંમેલનમાં ખુરશીઓને બાંધી રાખવી પડી તેમજ સુરત અને જસદણ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી મંડળના સભ્યોને હજારો પોલીસ કાફલા વચ્ચે પણ સલામતી જળવાઈ રહે તે માટે લોખંડની જાળી લગાવવી પડી આ તમામ બાબતો દર્શાવે છે કે, ભાજપના અહંકાર ભ્રષ્ટ નિતીને લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષના સમારોહમાં પાટીદાર સમાજના યુવાનો પર અગાઉની ધટનાઓને ધ્યાનમાં લઈ ખોટી રીતે પોલીસ દ્વારા અટકાયત સહિત બેફામ લાઠીચાર્જ અને હુમલા કરવામાં આવ્યા. પાટીદાર સમાજ ભાજપ સરકારની નીતિ અને નિયતને ઓળખી ગયો છે, ત્યારે આવનાર દિવસોમાં ભાજપ સરકારની દમન નીતિ સામે ઉગ્રતા સાથે લડત અપાશે.
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અંગ્રેજો સામે ખેડા બારડોલી સત્યાગ્રહમાં ન ઝુકનાર પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે, ત્યારે પાટીદાર યુવાનો અને બહેનો ભાજપ સરકાર અત્યાચાર કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.
તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પાટીદાર સમાજે વિશ્વાસથી જેમને સત્તાના સૂકાન સોંપ્યા તે ભાજપે સૌથી વધુ પાટીદાર સમાજ સહિત તમામ સમાજના હક્ક અને અધિકાર છીનવી લીધા. મોંઘુ શિક્ષણ, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર, અન્યાય, આરોગ્ય સેવા પડી ભાંગી, ખેડૂતો ખેતીની સંપૂર્ણ અવગણના નાના-મધ્યમ કદના ઉદ્યોગોને તાળા લાગ્યા, જેના લીધે રાજ્યના પાટીદાર સમાજ સહિતના તમામ સમાજના યુવાનોમાં આક્રોશ અને અંજપો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -