અમદાવાદઃ માતાએ દીકરી સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું, બંનેના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Sep 2016 04:07 PM (IST)
1
અમદાવાદઃ આજે બપોરના સમયે એક 35 વર્ષીય યુવતીએ પોતાની સગીર વયની દીકરી સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું હતું. શહેરના સુભાષબ્રિજ પરથી માતાએ દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યું હોવાનો કોલ ફાયરબ્રિગેડને મળતાં ફાયરની ટીમ આવી પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી.
2
3
બે યુવતીઓએ નદીમાં ઝંપલાવ્યું હોવાના સમાચાર થોડીવારમાં જ આસપાસમાં ફેલાઇ જતાં સુભાષબ્રિજ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ બંનેની લાશો બહાર કાઢી હતી. જોકે, માતાએ દીકરી સાથે શા માટે આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી.
4