રાજ્યના રાજકારણમાં ગ્લેમરઃ મોદી માટે ન્યુડ થનારી મેઘના NCPમાં જોડાઈ, જાણો કોણ છે મેઘના
વડોદરાઃ શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી છે અને તેના ભાગરૂપે સેક્સી મોડલ મેઘના પટેલને પાર્ટીમાં લેવાઈ છે. મેઘના સેક્સી મોડલ છે અને તે 2014ની લોકસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીના સમર્થનમાં ન્યુડ ફોટો આપીને ચમકી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેઘનાનો જન્મ નડિયાદમાં થયો હતો. તેના પિતાનું નામ રમેશભાઈ પટેલ અને માતાનું નામ નિરૂબેન છે. મેઘના વડોદરાની વિદ્યા વિકાસ સ્કૂલ અને પછી એમ.એસ. યુનિવર્સિટીમાં ભણી છે. ભણવામાં હોંશિયાર મેઘના બી.કોમ. થયેલી છે. એ પછી તેણે વડોદરામાં બાળકો માટે કલામેઘ એકેડમી પણ શરૂ કરી હતી.
મેઘનાએ કહાની ચંદ્રકાન્તા કી સહિત ઘણી ટીવી સીરિયલો તથા જાહેરખબરોમાં પણ કામ કર્યું છે. મેઘના દેશવિદેશમાં 1000 કરતાં વધારે ડાન્સ શો પણ કરી ચૂકી છે. મેઘનાએ પોતે ગાયેલાં અને અભિનીત મ્યુઝિક વિડીયો ગોલ્ડન બેબ પણ કર્યો છે. જો કે તેને સૌથી વધારે નામના મોદી માટેના ન્યુડ ફોટોશૂટથી મળી.
2009માં મેઘનાની ભોજપુરી ફિલ્મ હમાર ગાંવ હમાર દેશ (2009) આવી. આ ફિલ્મ પણ સુપરહીટ થતાં તે ફરી લાઈમલાઈટમાં આવી ગઈ. 2010માં તેની ફિલ્મ ઘર આજા પરદેશી અને 2011માં હિન્દી ફિલ્મ ફરાર આવી. આ બંને ફિલ્મો ચાલી નહોતી પણ તેના કારણે સાઉથની ફિલ્મોમાં તેને તક મળી.
મેઘનાએ એ પછી મલયાલમ ફિલ્મ સોલાર સ્વપ્નમ (2014), હિન્દી ફિલ્મ દેખો યે હૈ મુંબઈ રીયલ લાઈફ (2015), લવ ફિર કભી ( 2015), કન્નડ ફિલ્મ ગુંડુ પ્લસ રાવ (2015)માં કામ કર્યું છે. હાલમાં મેઘના તેલુગુ ફિલ્મ થાગુપોથુ આરજીવી ફિલ્મમાં કામ કરી રહી છે.
એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ તાજેતરમાં વડોદરા આવ્યા ત્યારે તેમણે મેઘનાને એનસીપીમાં પ્રવેશ કરાવ્યો હતો. મેઘનાએ પાટીદાર આંદોલન અને દલિતો પરના અત્યાચારના મુદ્દે ભાજપની ઝાટકણી કાઢી હતી. મેઘના 2017માં એનસીપીની ટિકીટ પર વડોદરામાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
મેઘના 2006માં મુંબઈ જતી રહી અને ત્યાં સંઘર્ષ શરૂ કર્યો. તેને પહેલો બ્રેક ભોજપુરી ફિલ્મમાં મળ્યો. 2007ની રાજા ઠાકુર તેની પહેલી ભોજપુરી ફિલ્મ હતી. આ ફિલ્મ સુપરહીટ થતાં તેને હિન્દી ફિલ્મ ઐશ્વર્યામાં હીરોઈન તરીકે લેવાઈ પણ આ ફિલ્મ ના ચાલતાં મેઘના પાછી ભોજપુરી ફિલ્મો તરફ વળી ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -