ગુજરાતમાં કઈ જગ્યાએ આવી શકે છે વાવાઝોડા સાથે વરસાદ? જાણો કેમ
હાલ અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થયું છે. જે ધીમે ધીમે ગુજરાત તરફ વધી રહ્યું છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડું આવે તેવી શક્યતા છે. દરિયામાં ખતરનાક ડિપ્રેશનને લઈને દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના દરિયા કિનારના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે જ્યારે ગરમીમાંથી લોકોને ઠંડક પ્રસરી જશે.
હાલ આ સિસ્ટમના કારણે મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં પણ હવાનું હળવું દબાણ સર્જાશે તેવું લાગી રહ્યું છે. આ હવાનું હળવું દબાણ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ડિપ્રેશનને લઈને અરબી સમુદ્ર તોફાની બની શકે છે. જેના લીધે મધ્ય, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ખેડવા ગયેલા માછીમારોને સૂચના આપવામાં આવી છે. દરિયો ખેડતા માછીમારોને પણ પરત આવી જવા તાકીદે સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છે કે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જે ધીમી ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે. જો આ સિસ્ટમ વિખેરાઈ જાય તો પણ ગુજરાતમાં ઘણી જગ્યા વરસાદી ઝાંપટા પડે તેવી શક્યતા છે.
અમદાવાદ: ગુજરાતમાંથી વિદાય લઈ ચૂકેલું ચોમાસું એક વાર ફરી પાછું આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાલ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાત સહિત દેશ દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા છે. દરિયામાં ખતરનાક ડિપ્રેશનને લઈને દરિયો ન ખેડવા માછીમારોને સૂચના પણ આપવામાં આવી છે.