ગાંધી-શાસ્ત્રીની જન્મજયંતિ પર નેતાઓનું અજ્ઞાન, ભાજપ-કોંગ્રેસના નેતાઓએ જન્મજયંતિને બનાવી દીધી પુણ્યતિથિ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ આજે આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ અને દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિની પૂરજોશમાં ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ મામલે નેતાઓનું અધુરુ જ્ઞાન બહાર આવ્યુ છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જન્મજયંતિના પ્રસંગને પુણ્યતિથિનો પ્રસંગ ગણાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી દીધી છે.
ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિદેશના બાળકોથી માંડીને મોટેરાઓ ગાંધીજીનું જ્ઞાન હોય છે ત્યારે જ્યાં ગાંધીજીનો જન્મ થયો છે. તેવા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના અજ્ઞાન નેતાઓએ ગાંધીજી અને શાસ્ત્રીને જન્મજયંતિને બદલે પુણ્યતિથિ દર્શાવીને પોતાની અજ્ઞાનતાની સાથે દેશના મહાનુભવોનું અપમાન કર્યુ હોવાની એક છાપ પ્રજા માનસમાં ઊભી થઈ છે.
આ જ રીતે ગુજરાત ભાજપના આઈટી સેલના કન્વીનર અને યુવા ભાજપના નેતા ડો. પંકજ શુક્લાએ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને જન્મજયંતિને પુણ્યતિથિ દર્શાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
લાલ બહાદૂર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હોવાની માધ્યમોમાં પ્રચાર થતાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભાજપ આઈટી સેલના પંકજ શુક્લાએ પોતાની ટ્વિટ દૂર કરી દીધી હતી.
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150માં જન્મ જયંતિ છે. ત્યારે ગુજરાત ભાજપ અને કોંગ્રેસના કહેવાતા જ્ઞાની નેતાઓએ અજ્ઞાનતાનું પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે તેમના ટ્વિટર પર ગાંધીજીને જન્મજયંતિની ટ્વિટમાં જન્મ જયંતિને બદલે પુણ્યતિથિ દર્શાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -