ગુજરાત માટે ચાર દિવસ ભારે, પડશે અતિ ભારે વરસાદ, જાણો ક્યા દિવસે ક્યાં થશે અતિ ભારે વરસાદ?
21 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App19 જુલાઈના રોજ ડાંગ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ અને દીવના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા 20 જુલાઈના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, વલસાડ અને નવસારીના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્ર નગર, મોરબી અને કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. ભાર વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જાઈ છે. જેના પાણી હજુ સુકાયા નથી ત્યાં હવામાન વિભાગે ગુજરાત હજુ ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે 18 જુલાઈ મધ્ય ગુજરાતના પંચમહાલ, વડોદરા, આણંદ જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિતના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમજ ગીર સોમનાથ, જુનાગઢ અને દીવમાં પૂર પ્રકોપ સર્જે એવો વરસાદ પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -