ગુજરાતના કયા પૂર્વ IPSની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી, જાણો વિગત
ટ્વિટમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંબંધિત લોકો જાણી લે કે આ પ્રકારની ધાકધમકી આપતી પ્રયુક્તિઓ નફરત ભડકાવતાં મને તત્ત્વો સામે લડતાં રોકી શકશે નહીં. પોલીસ રક્ષણ પરત લેવા બાબતે ઈન્ચાર્જ જેસીપી (સ્પેશિયલ બ્રાંચ) નીરજા ગોત્રુએ જણાવ્યું હતું કે, આ અંગે મને કોઈ જ માહિતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે સવારે સંજીવ ભટ્ટે ટ્વિટ કરીને જાણકારી આપતાં જણાવ્યું હતું કે, મને અને મારા પરિવારને અપાયેલ પોલીસ રક્ષણ અચાનક જ પરત ખેંચી લેવામાં આવ્યું છે. ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન કાર્યાલય અને ગુજરાત પોલીસવડાની સૂચનાથી શહેર પોલીસ દ્વારા પોલીસ રક્ષણ પરત ખેંચવામાં આવ્યું છે.
ગુજરાત કેડરના અને ઈન્ડિયન પોલીસ સર્વિસમાંથી દૂર કરાયેલા આઇપીએસ સંજીવ ભટ્ટને પોલીસ દ્વારા અપાયેલું પોલીસ રક્ષણ પરત ખેંચી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે અગાઉ અમદાવાદ શહેર પોલીસ તરફથી સંજીવ ભટ્ટ અને તેમના પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું.
અમદાવાદ: અનેક વિવાદોમાં ઘેરાયેલા ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને તેમના પરિવારની સિક્યોરિટી શહેર પોલીસ દ્વારા પરત ખેંચી લેવામાં આવી છે. સિક્યુરિટી પરત ખેંચી લીધી તેની સંજીવ ભટ્ટ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી. જોકે શહેર પોલીસના અધિકારીએ આ મામલે તેમની પાસે કોઈ માહિતી નથી તેવું જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -