ગુજરાતમાં હજુ બે દિવસ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા, જાણો કયા દિવસે ક્યાં પડશે અતિ ભારે વરસાદ?
અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો હતો. ભાર વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જાઈ છે. જેના પાણી હજુ સુકાયા નથી ત્યાં હવામાન વિભાગે ગુજરાત હજુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિવાય અરવલ્લીના ભિલોડા, શામળાજીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભિલોડામાં એક ઇંચ, શામળાજીમાં 2 ઇંચ, ધનસુરામાં 3 ઇંચ, મોડાસામાં 2 ઇંચ, બાયડમાં 1 ઇંચ, મેઘરજમાં 1.5 ઇંચ, માલપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
દાંતામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. ધનસુરામાં 5 ઈંચ, સતલાસણામાં 4 ઈંચ, અમીરગઢમાં 4 ઈંચ, ખેબ્રહ્મામાં 3 ઈંચ અને વિજયનગરમાં 3 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ વરસાદે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. ગુજરાતમાં ચોમાસું બેસ્યા બાદ પણ અમદાવાદ તથા ઉત્તર ગુજરાતમાં ખાસ વરસાદ પડ્યો નહોતો, જોકે ગુરુવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે વિજયનગર અને અંબાજીના રોડ પર જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
21 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
હવામાન વિભાગ દ્વારા 20 જુલાઈના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, વલસાડ અને નવસારીના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્ર નગર, મોરબી અને કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
ત્યારે ગુરુવારે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં આખરે વરસાદ વરસ્યો હતો. જેમાં દાંતામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. ધનસુરામાં 5 ઈંચ, સતલાસણામાં 4 ઈંચ, અમીરગઢમાં 4 ઈંચ, ખેબ્રહ્મામાં 3 ઈંચ અને વિજયનગરમાં 3 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -