અમદાવાદઃ પરિણિત હોવા છતાં યુવતીને 3 બોયફ્રેન્ડ, એક બોયફ્રેન્ડ સાથેના સંબંધથી થઈ ગઈ પ્રેગનન્ટ ને..........
અમદાવાદઃ બે દિવસ પહેલાં અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો એક કેસ સામે આવ્યો હતો. પાલડીમાં રહેતી અને આણંદ સ્થાયી થયેલી યુવતીએ છૂટાછેડા માટે અરજી કરી છે. જોકે, પતિ તરફથી એવી રજૂઆત કરાઈ છે કે, હજુ તો છૂટાછેડા થયા નથી ત્યાં મારી પત્ની તેના ત્રીજા બોયફ્રેન્ડ સાથે રહે છે અને તેને તેનાથી એક બાળક પણ થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરેશ તરફથી બાળકના પુરાવા રૂપે બર્થ સર્ટીફિકેટ પણ રજૂ કરાયું હતું. પરેશ દ્વારા પત્ની સામેના પુરાવા એકઠા કર્યા પછી બ્યુટી પાર્લરનું કામ કરતી પત્ની સામે જૂન 2018માં વલ્લભ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં વ્યભિચારની ફરિયાદ કરાઈ હતી. જોકે, આ બધું બની ગયા પછી પણ પરેશ પ્રિયાના સાથે રાખવા માગે છે અને તેણે કોર્ટ સમક્ષ છૂટાછેડા માટે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
બીજી તરફી પ્રિયાએ આક્ષેપ લગાવ્યો હતો કે, તેને પરેશ યોગ્ય રીતે રાખતો નથી અને શારીરિક-માનસિક ત્રાસ આપે છે. આથી તેને તેની સાથે રહેવું નથી. નોંધનીય છે કે, હાલ સંતાનની કસ્ટડી તેના પિતા પાસે છે. પરેશનો દાવો છે કે, પ્રિયાને ત્રણ ત્રણ બોયફ્રેન્ડ છે. તેમજ હાલ તે છેલ્લા બોયફ્રેન્ડ સાથે રહે અને નવેમ્બર 2017માં તેનાથી બાળકનો જન્મ પણ થયો છે.
આ અગંની વિગતો એવી છે કે, મહારાષ્ટ્રના નંદુરબારમાં રહેતા અને એકાઉન્ટિંગનું કામ કરતાં 44 વર્ષીય પરેશ(નામ બદલ્યું છે)ના લગ્ન 38 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ 2001માં થયા હતા. બંને એક જ સમાજના હોવાથી સામાજિક પ્રસંગમાં મુલાકાત પછી લગ્ન કર્યા હતા.
જોકે, આ લગ્ન પ્રિયાના પરિવારને મંજૂર ન હોવાથી તેમણે કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્ન પછી તેમને ત્યાં વર્ષ 2002માં એક દીકરાનો જન્મ થયો હતો. પરેશના વકિલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, વર્ષ 2012માં પ્રિયા કંઇ પણ કહ્યા વિના ઘરેથી જતી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -