✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે ગુજરાતમાં વરસાદ મોડો શરૂ થશે, આ તારીખે આવી શકે છે વરસાદ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jun 2018 09:47 AM (IST)
1

18 જુન પછી એન્ટી સાયક્લોન નબળું પડી શકે છે જેના કારણે 20મી જુનથી વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડી શકે છે. 1થી 15 જુલાઇ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની થવાની શક્યતા છે. આજે સવારથી અમદાવાદ સહિત અને શહેરોના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

2

12થી 14 જુન વચ્ચે એન્ટી સાયક્લોન સ્ટ્રોંગ બનતાં પ્રિ-મોનસુન એક્ટિવિટીને અસર જોવા મળશે. 12થી 16 જુન વચ્ચે રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 50થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.

3

તેમજ 20 જુન પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. તેમજ 1થી 15 જુલાઇ વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વકી છે. શનિવારથી રવિવાર સવાર સુધીમાં અમદાવાદમાં વરસાદી છાંટાની શક્યતા જોવા મળી રહી છે જોકે અમદાવાદના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.

4

તેમજ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે અમદાવાદમાં પણ 20થી 30 કિ.મી.ની ઝડપે પવન વચ્ચે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. એન્ટી સાયક્લોનનું જોર 18 જુન પછી ઘટશે, જેથી ગુજરાતમાં 18થી 20મી જુન વચ્ચે વરસાદી ઝાપટાંથી લઈને હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

5

જોકે, જુલાઇનાં પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 12થી 16 જુન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન વચ્ચે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. 12થી 16 જુન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 50થી 60 કિ.મી.ની ઝડપ પવન ફૂંકાશે તેવું જાણવા મળ્યું છે.

6

જોકે વાતાવરણમાં ઉપર લેવલમાં એન્ટી સાયક્લોન સર્જાતાં હવે અમદાવાદ સહિત ગુજરાતમાં 23થી 25 જુન વચ્ચે વરસાદ પડે તેવી સંભાવના છે જોકે હવે ચોમાસું અઠવાડિયું મોડું શરૂ થશે.

7

જોકે, 20 જુન સુધી છુટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. હવામાન સુત્રોના જણાવ્યા પ્રમાણે, મોનસુન એડવાન્સ હોવાથી 8થી 10મી જુન વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી અને 10થી 12 જુન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હતી.

8

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં 8થી 10 જૂન દરમિયાન પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની વરસાદી ઝાપટાથી માંડી હળવા વરસાદની શક્યતા હતી. જોકે હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલમાં એન્ટી સાયક્લોન સર્જાતા પ્રિ-મોનસૂન એક્ટિવિટીમાં વિલંબ ઊભો થયો છે, જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં 23થી 25મી જુન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

  • હોમ
  • અમદાવાદ
  • હવે ગુજરાતમાં વરસાદ મોડો શરૂ થશે, આ તારીખે આવી શકે છે વરસાદ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.