✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાલ ગુજરાતમાં નહીં પડે વરસાદ, રાજ્યમાં ક્યારે વરસી શકે છે વરસાદ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jun 2018 09:22 AM (IST)
1

આ પહેલાના વર્ષો પર નજર નાખવામાં આવે તો 2016માં પહેલો વરસાદ 21 જૂનના રોજ નોંધાયો હતો. જ્યારે 2015માં 19 જૂનના રોજ પહેલો વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં પરંપરાગત રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા વરસાદની શરૂઆત થતી હોય છે ત્યાર બાદ અન્ય વિસ્તારોમાં વરસાદ આગળ વધે છે.

2

વધુમાં જણાવ્યું હતું કે, વરસાદ પાછોતરો ખેંચાતા આગામી થોડા દિવસ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. 18 જૂનના રોજ ગુજરાતના કેટલાક ભાગમાં આવેલ વરસાદમાં સુરત અને વલસાડમાં ક્રમાનુસાર 8.4 એમએમ અને 7 એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે મહુવા, ઓખા અને વેરાવળમાં ક્રમાનુસાર 3.2, 0.5 અને 0.2 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે.

3

પરંતુ સરેરાશ સમગ્ર ગુજરાતમાં વાતવરણ હજુ પણ સૂકું જ રહેશે. વરસાદ આ વખતે વહેલો આવવાનો હતો જોકે સિસ્ટમાં તૈયાર ન થતાં હવે વરસાદ મોડો આવે તેવી શક્યતા છે. પરંતુ તેને બિલકુલ અણધાર્યું ન કહી શકાય આમ પણ ગુજરાતમાં વરસાદ જૂન મહિનાના અંતમાં જ આવે છે.

4

હવામાન વિભાગના ગુજરાત પ્રદેશના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં વરસાદ આવે તે માટે કોઈ યોગ્ય સિસ્ટમ તૈયાર થઈ નથી. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કદાચ છૂટોછવાયો વરસાદ પડ તેવી શક્યતા છે.

5

કેમ કે આગમી પાંચ દિવસ સુધી એવી કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા નહીંવત્ છે જેના કારણે વરસાદ પડે. જોકે આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો પણ 40 ડિગ્રી ઉપર રહેશે જેના કારણે હજુ પણ થોડા દિવસ લોકોને ગરમીનો સામનો કરવો પડશે.

6

અમદાવાદઃ ગુજરાતમાં લોકોને ગરમીથી છૂટકારો મેળવવા હજુ વધુ રાહ જોવી પડશે તેવી શક્યતા જોવા મળી રહી છે. હવામાન ખાતાના અધિકારીઓએ વધુ એકવાર નવી આગાહી કરતા જણાવ્યું હતું કે, ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચોમાસુ ખેંચાય તેવી શક્યતા પ્રબળ બની છે.

  • હોમ
  • અમદાવાદ
  • હાલ ગુજરાતમાં નહીં પડે વરસાદ, રાજ્યમાં ક્યારે વરસી શકે છે વરસાદ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.