ગુજરાત ભાજપના ક્યા ટોચના નેતા પાસે 116 કરોડથી વધુ બેનામી સંપત્તિ હોવાનો ભૂતપૂર્વ IASનો દાવો ? જાણો વિગત
જગતસિંહ વસાવાએ ઉમેર્યું હતું કે, એકબાજુ બીપીએલ આદિવાસીઓ તેમને ઉત્કર્ષ અને કલ્યાણની રાહ જોતા બેઠા છે ને બીજીબાજુ અગાઉ આદિવાસીઓના નામે 83 એનજીઓને 1931 કરોડ ફાળવાયા હતા તેનો હિસાબ પણ મંત્રી વસાવા આપી શક્યા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે હજુ સુધી એસીબી કે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ મામલે હાઈકોર્ટમાં રિટ પણ કરી હતી. હાઈકોર્ટ પણ મારી ફરિયાદના મામલે યોગ્ય નિર્ણય લેવા ખુદ એસીબીના ડાયરેક્ટરને સ્પષ્ટ હુકમ કર્યો છે, છતાં એસીબી તરફથી કોઈ નિર્ણય નહીં લેવાતાં અમે હવે ફરીથી હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું.
આમ આવક કરતાં વધુ અપ્રમાણસર મિલ્કત અને બેનામી સંપત્તિના પ્રકરણમાં મેં એસીબી, ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ સહિતના સત્તાવાળાઓને મંત્રી ગણપત વસાવા, તેમના પત્ની નીલમબેન, કોસંબા માંગરોળ ખાતે રહેતા રાકેશ રણજીત સોલંકી અને ગાંધીનગરના કનૈયાલાલ ગાંડાલાલ દેસાઈ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા અને સમગ્ર મામલામાં ન્યાયિક તપાસ કરવા ઉગ્ર માંગણી કરી છે.
અમદાવાદ: ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી ગણવત વસાવા વિરુદ્ધ જાહેરમાં ગંભીર આરોપ લગાવતાં પૂર્વ સનદી અધિકારી અન હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરી રહેલ જગતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના 11 જિલ્લાઓમાં આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી પ્રજાના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જે બજેટ ફાળવે છે તેનો ખરાં અર્થમાં ઉપયોગ થતો નથી અને તેમાં મોટા પાયે ગંભીર ભ્રષ્ટાચાર આચરાય છે.
મંત્રી વસાવાની કુલ આવક 1.7 કરોની સામે ત્રણ કરોડથી વધુ સંપત્તિ છે. મંત્રી વસાવાની કુલ સંપત્તિ 77 કરોડથી પણ વધુની થવા જાય છે. જ્યારે બેનામી સંપત્તિ 116 કરોડથી વધુની થવા જાય છે.
આ ભ્રષ્ટાચારમાં મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકામાં ખુદ રાજ્યના વન મંત્રી ગણપત વસાવા ભજવી રહ્યા છે. મંત્રી વસાવાએ વિધાનસભા 2017ની ચૂંટણી સંદર્ભે જે સોંગદનામું રજૂ કર્યું હતું તે જોતાં તેમની ભ્રષ્ટાચારની અન અપ્રમાણસર મિલ્કતની વિગતો સ્પષ્ટ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -