Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શનિવારે ગુજરાતમાં બેસશે ચોમાસુ, જાણો ક્યાં પડશે સૌથી પહેલાં વરસાદ?
નોંધનીય છે કે આજે વહેલી સવારે રાજસ્થાનના બીકાનેરમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. આ ઉપરાંત વાવાઝોડાંના કારણે ઘણી જગ્યાએ ઝાડ પણ પડી ગયા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગની ચેતવણીથી મુંબઇમાં રહેવાસી લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આવનારા 48 કલાકમાં શહેરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આ ચેતવણીને ધ્યાનમાં રાખતા મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ પોતાના કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે.
ત્યાં જ દક્ષિણના રાજ્યોમાં દસ્તક દઈ ચૂકેલ મોનસુને ગુરૂવારના રોજ મુંબઇની મુશ્કેલીઓ વધારી દીધી છે. પ્રી-મોનસુન વરસાદના લીધે માયાનગરીની રફતાર પર બ્રેક લાગી ગઈ છે અને વિમાન-રેલવે સેવા પ્રભાવિત અસરો જોવા મળી હતી.
અમદાવાદનું તાપમાન પણ 41.9 ડિગ્રી સુધી પહોંચી જવાની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકો પરસેવે નીતરતા જોવા મળ્યા હતા. બુધવારે 42.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. ડીસા 41.6 ડિગ્રી, ગાંધીનગર 41.5, વલ્લભ વિદ્યાનગર 41.5, વડોદરા 40.3 પારો રહ્યો હતો.
જોકે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતાં હવે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના ટળી ગઈ છે. હવે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાતને અસર કરશે.
અમદાવાદ: છેલ્લા કેટલાય દિવસથી ગરમીથી કંટાળીને રાહ જોઈને બેસી રહેલ ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. હવે ગુજરાતમાં પણ વરસાદી અસર જોવા મળશે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં પણ 72 કલાકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 9થી 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના ભાવનગર, અમરેલી, વલસાડ, સુરત નવસારી સહિતના જીલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -