✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jun 2018 07:53 AM (IST)
1

હાટકેશ્વર બેટમાં ફેરવાયું છે. ખોખરા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી ભરાયાં. જશોદાનગર, પુનિતનગર ક્રોસિંગ નજીક પાણી ભરાયાં છે. સીટીએમ કુશાભાઉ ઠાકરે હોલ નજીક તથા રબારી કોલોની, રાધિકા પાર્ક સોસાયટી તથા જામફળવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.

2

3

4

5

રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ રહ્યું છે. આજે મોડી રાતથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદના અહેવાલ મળી રહ્યા છે. આજે વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ.આવતીકાલથી વાવણીલાયક વરસાદની સંભાવના છે.

6

ગઇકાલે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની ધોધમાર એંટ્રી થઈ હતી. રાજકોટ, ચોટીલા હાઈવે, ભાવનગર અને અમરેલીમાં મેઘરાજા મન મુકીને વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ લાગણી છવાઇ ગઈ છે.

7

અમદાવાદ: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે અમદાવાદમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે. શહેરમા ગાજવીજ સાથે મેઘરાજાએ મંડાણ કર્યાં છે. સવારથીજ મુશળધાર વરસાદ શરૂ થતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. અને શહેરીજનોએ ગરમીથી રાહત અનુભવી છે. રાજ્યના અનેક વિસ્તારમાં મોડી રાતથીજ વરસાદ શરૂ થયો છે.

8

સૌથી પહેલાં પૂર્વ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી. રામોલ, વટવા, હાથીજણ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે મેઘ સવારી પહોંચી હતી.. આ તરફ પશ્ચિમ વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો છે. મણિનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો અને અનેક વિસ્તારોમાં વરસાદના કારણે જળી થઈ ગુલ થઈ ગઈ અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.