CM વિજય રૂપાણીએ વાયરલ ઓડિયો ક્લિપ અંગે શું કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
નરેશ શાહ નામની વ્યક્તિ સાથે વિજય રૂપાણી ફોન પર વાત કરે છે અને વચ્ચે બોલે ત્યારે અગત્યનો ફોન આવ્યો હોવાનું જણાવી બાદમાં વાત કરવા કહે છે. સામે રહેલા નરેશ હાજી હાજી કરે છે. સામે રૂપાણી કોઈને કહે છે કે બે મિનિટ બે મિનિટ પછું કરું અગત્યનો ફોન છે. પછી તેઓ વાત કરવાની શરૂઆત કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાયરલ ક્લિપને લઈને નરેશ શાહે જણાવ્યું હતું કે વાયરલ થયેલી ક્લિપ મેં પણ સાંભળી છે. તેમાં રહેલો અવાજ મારો નથી. આ મામલે મેં સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિદાય કરી છે. હું પણ જૈન છું એ પણ જૈન છે. વડીલ તરીકે કહી શકે આપણને. પણ એવું કીધું નથી અમારા પારિવારિક સંબંધ પણ છે.
આખા દેશમાં એક જ જૈન મુખ્યમંત્રી છું તો મારી સ્થિતિ તમે ધ્યાને લો ખરાબ ન થાય. આ જવાબદારી તમારી છે. આ અંગેની ક્લિપ વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો. રૂપાણી જેની સાથે વાત કરી હતી અને જેમનું નામ હતું એ નરેશ શાહે ઓડિયોમાં પોતાનો અવાજ ન હોવાનું જણાવ્યું હતું. આ મામલે તેણે સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચમાં ક્લિપને લઈને એક ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં છેલ્લા 10 વર્ષથી જૈન સમાજના મહિલા જૈન ધારાસભ્ય હતાં. આ વખતે પાર્ટીએ મોટા ઉદ્યોગપતિ અને એક સેવાભાવી ધનજી પટેલને ટિકિટ આપી જેથી ત્યાં 4 જૈન અગ્રણીઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં છેલ્લા 10 વર્ષથી જૈન સમાજના મહિલા જૈન ધારાસભ્ય હતાં. આ વખતે પાર્ટીએ મોટા ઉદ્યોગપતિ અને એક સેવાભાવી ધનજી પટેલને ટિકિટ આપી જેથી ત્યાં 4 જૈન અગ્રણીઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
પોતે જૈન સમાજના હોવાની અન્ય ભાઈને કહ્યું હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. વિજય રૂપાણી પોતે દેશના એકમાત્ર જૈન મુખ્યમંત્રી છે તેમ કહી ધર્મની રાજનીતિ કરી રહ્યા છે. પોતે સમાજમાંથી આવે છે માટે તમારે મારી સામે ન પડવું જોઈએ તેમ કહીને અન્ય લોકોને ધર્મના આધારે તેઓ બેસાડી રહ્યાં હોવાનું ફલિત થાય છે.
અમદાવાદ: થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કોઈ ઉમેદવારને નામ પાછું ખેંચવાનું કહી રહ્યા હોવાની એક ક્લિપ વાયરલ થઈ હતી. ક્લિપ મામલે વિજય રૂપાણી અત્યાર સુધી કંઈ બોલ્યા નહતાં. જોકે એક ખાનગી ચેનલના લાઈવ પોગ્રામમાં તેમણે સ્વીકાર્યું હતું કે તે ઓડિયો ક્લિક તેમની જ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -