અમદાવાદઃ અડધી રાતે સગીરાના રૂમમાં ઘૂસી વોર્ડબોયે કરી બળજબરી, સગીરાએ કરી બૂમાબૂમ
આ ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તાપસ શરૂ કરી આરોપી વિરુદ્ધ પ્રાથમિક પુરાવા મળી આવતા પોલીસે આરોપી ઘનશ્યામ રાઠોડની ધરપકડ કરી હતી. છેલ્લા છ માસથી આરોપી ઘનશ્યામ રાઠોડ તપન હોસ્પિટલમાં કામ કરે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગાંધીનગરની જાણીતી એપોલો હોસ્પિટલમાં યુવતી પર ડોક્ટર અને વોર્ડબોય દ્વારા થયેલા બળાત્કારની ઘટના હજુ ભૂલાઈ નથી, ત્યાં અમદાવાદના અનંદનગર વિસ્તારમાં આવેલી તપન હોસ્પિટલમાં સગીરા સાથે વર્ડબોય સાથે શારીરિક અડપલાંની ઘટના સામે આવી છે.
પોલીસે અન્ય મહિલા દર્દીઓના નિવેદન લેતા અને પૂછપરછ કરતાં જાણવાં મળ્યું હતું કે, બે દિવસ અગાઉ પણ ઘનશ્યામે અન્ય એક મહિલા દર્દીને આ જ રીતે શારીરિક અડપલા કર્યા હતા. જેણે પણ પોતાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આનંદનગર વિસ્તારમાં આવેલી તપન હોસ્પિટલમાં ગત 10મી સપ્ટેમ્બરના રોજ ડેંગ્યૂની સારવાર અર્થે હોસ્પિટલમાં એડમિટ થઇ હતી. ઘનશ્યાન રાઠોડ નામના વોર્ડબોયે તપાસ કરવાના બહાને ગત મધરાત્રીએ સગીરાના રૂમમાં આવ્યો અને ત્યાર બાદ શારીરિક અડપલાં કર્યા હતા. સગીરાએ બૂમ પડતાં નજીક સૂતેલા સગીરાના પિતા જાગી ગયા અને વોર્ડબોયનો ભાંડો ફૂટી ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -