અમદાવાદઃ લેપટોપ બેગમાંથી મળી આવી નવજાત બાળકી, ધનિક યુવતીએ ત્યજી હોવાની આશંકા
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં કચરાપેટી પાસેથી નવજાત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કચરા પેટી પાસે લેપટોપ બેગમા બે દિવસની નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને ગરમ કપડામા લપેટેલી હતી અને જીવિત અવસ્થામા હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવી હતી. બીજી તરફ પોલીસે આ અંગે ગુનો નોંધી બાળકીના માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાની પ્રાથમિક તપાસમા એવી શંકા સામે આવી છે કે બાળકીનો જન્મ કોઈ સારા પરિવારમાં થયો છે. કારણ કે જ્યાં તેને મૂકી જવામાં આવી તે પોશ વિસ્તાર છે અને બાળકી સાથે મળી આવેલ ગરમ કપડા પણ સારી ક્વોલિટીના છે, જેના કારણે પોલીસને એવી શંકા છે કે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં જન્મેલી આ બાળકીને ત્યજી દેવામા આવી છે. આખરે તે કોણ છે કે જેણે આવી ફુલ જેવી માસુમ બાળકીને કચરાપેટીમા ત્યજી દેવી પડી અને શા માટે......
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમા આવેલ પંચામૃત એપાર્ટમેન્ટ પાસેની કચરાપેટી પાસે વહેલી સવારે કોઈ અજાણ્યા ઈશમો એક બેગ મૂકીને ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ આ બેગ ખોલીને જોતા તેમાંથી નવજાત બાળકી હતી અને તે જીવિત અવસ્થામા હતી. આથી 108નો સંપર્ક કરી બાળકીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી. જ્યાં સારવાર બાદ ડોક્ટરે તેનું સ્વાસ્થ્ય સારું હોવાનું જણાવ્યું હતું.
બાળકીની સારવાર બાદ સોલા સિવિલ હોસ્પિટલ તરફથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને માહિતી આપવામાં આવી કે બે દિવસની જીવિત બાળકી મળી આવી છે. પોલીસે આ અંગે ગંભીરતાથી નોંધ લેતા બાળકીને કોણ મૂકી ગયું છે, તેની તપાસ હાથ ધરી છે, બાળકીના પગે સાહી લાગેલી હતી માટે હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યુ કે બાળકીનો જન્મ કોઈ હોસ્પિટલમા થયો છે. કારણ કે બાળકના જન્મ બાદ તેના પગની છાપ લેવામાં આવતી હોય છે. ત્યારે આ બાળકીનો જન્મ કઈ હોસ્પિટલમા થયો તેની તપાસ હાથ ધરવામા આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -