'સ્વિસ હોસ્પિટાલિટી ગ્રુપ ' અને 'કીસ્ટોન ગ્લોબલ કરિયર્સ' વચ્ચે 'પાથવે' પ્રોગ્રામ માટે 'એમઓયુ' સાઈન થયા.
હાલમાં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસને કારણે અનેક આંતરરાષ્ટ્રીય હોટેલ્સ આ રાજ્યમાં પોતાની હોટેલ ખોલી રહી છે અને આ હોટેલ્સ જૂથોને તેમના હોટેલ વ્યવસાયને સારી રીતે અને સફળતા પૂર્વક ચલાવવા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા જાળવવા સારી તાલીમ પામેલા વ્યાવસાયિકોની સતત જરૂર રહે છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ફક્ત ગુજરાત માટેજ નહિ પરંતુ આખા વિશ્વમાં તુરંત આ વ્યવસાય સાથે જોડાય શકે તેવા હોટેલ બિઝનેસ વ્યાવસાયિકો તૈયાર કરવા માટે જીનિવા સ્વિટ્ઝર્લેન્ડમાં મુખ્યમથક ધરાવતા સ્વિસ હોસ્પિટાલિટી ગ્રુપ (એસએચજી) અને અમદાવાદ, ભારતમાં મુખ્ય મથક ધરાવતા કીસ્ટોન ગ્લોબલ કરિયર્સ (કેજીસી)ના સંયુક્ત ઉપક્રમે એક અનોખો પાથવે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે, આ વિશિષ્ઠ પાથવે પ્રોગ્રામમાં માસ્ટર ઈન ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી મેનેજમેન્ટની ડીગ્રી એસએચજી જીનેવા દ્વારા આપવામાં આવશે.
ઉપરોક્ત પાથવે પ્રોગ્રામના અનુસંધાનમાં આજ રોજ અમદાવાદમાં એસ.એચ.જી ના સીઈઓ શ્રી એરિક ગ્રીગોઅર અને કીસ્ટોન ગ્લોબલ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો નેહા શર્માએ મેમોરેન્ડમ ઓફ અંડર સ્ટેન્ડિંગ માં સહી કરી હતી, અને સાલ 2020 એપ્રિલની પ્રથમ બેચ માટેના એડમિશન શરૂ કરવાની વિધિવત જાહેરાત કરી હતી, જેમાં વિજ્ઞાન, વાણિજ્ય , અને વિનયન શાખાના કોઈપણ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી પ્રવેશ મેળવા માટે લાયકાત ધરાવે છે. આ પ્રસંગે કેમ્પસ ફ્રાન્સના શ્રી સુજિત નાયર હાજર રહ્યા હતા.
આ બે વર્ષિય પાથવે પ્રોગ્રામમાં પહેલા છ મહિના વિદ્યાર્થી અમદાવાદ, ભારતમાં અને બાકીના અઢાર મહિના પેરિસ ફ્રાન્સમાં ભણશે, પેરિસ, ફ્રાન્સમાં વિદ્યાર્થીઓને 9 મહિના કલાસરૂમ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે, જયારે અન્ય 9 મહિના ઉંચ્ચ કક્ષાની હોટેલ્સમાં પેઈડ ઇન્ટરશીપ કરાવવામાં આવશે, જે વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે તુરંત કામ કરવા સક્ષમ બનાવશે. યુરોપમાં આ પાથવે પ્રોગ્રામ દ્વારા તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ ઉજ્જવળ કારકિર્દી ઘડી છે. અમદાવાદ સ્થિત કીસ્ટોન ગ્લોબલ કરિયર્સ (કેજીસી) એ શાંતિ એજયુકેશન ઇનિશ્યેટીવ લિમિટેડ નો એક ભાગ છે.
અમદાવાદઃ અમદાવાદ હવે યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત એક પ્રતિષ્ઠિત હેરિટેજ શહેર છે. તે અનેક ઐતિહાસિક સ્મારકો જેવા કે ગાંધી આશ્રમ, ઝુલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી, ભદ્રનો કિલ્લો વગેરે ધરાવે છે. આ ઉપરાંત ગુજરાતમાં ગીર જંગલ, કચ્છનું રણ , ગિરનાર પર્વત, સાપુતારા જેવા અનેક પ્રાકૃતિક સૌંદર્ય અને જૈવ વિવિધતા ધરાવતા સ્થળો આવેલ છે. વધારામાં નવરાત્રી અને પતંગોત્સવ જેવા ભવ્ય કાર્યક્રમો પણ વિશ્વભરના પ્રવાસીઓને ગુજરાતની મુલાકાત લેવા પ્રેરી રહ્યા છે. આ સંજોગોમાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસી મુલાકાતિઓની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ આવી રહી છે.