અમદાવાદમાં ‘ક્લાઉડ-9’ કન્સ્ટ્રક્શન સાઇટ પર સતત ત્રણવાર ભેખડ ધસી પડતાં 3 મજૂરોના મોત
આ દૂર્ઘટનામાં ગુડ્ડુ ભાઈ, વિજયકુમાર શાની અને પ્રમોદરાય જાદવ નામના ત્રણ મજૂરોના મોત થયા હતા. જ્યારે સુજિત શાની, પ્રમોદ શાની, ગણેશભાઈ શાહ, સેવકભાઈ શાની, રામનારાયણ શાની અને મુન્નાભાઈ શાની નામના મજૂરો ઘાયલ થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે વાત કરતાં ઈજાગ્રસ્ત સુજિત શાનીએ જણાવ્યું હતું કે, ‘અમે 9 લોકો લોખંડના સળિયા બાંધવા (સન્ટિંગ)નું કામ કરી રહ્યા હતા. આ સમયે એકાએક ઉપરથી ભેખડ ઘસી પડતાં વિજય અને પ્રમોદરાય જાદવ દટાઈ હયા હતા. એ બંનેને બચાવવા હું અને બીજા લોકો ગયા, તેમાં હું દટાયો અને મારી સાથે બીજા લોકો પણ દટાયા. ત્યારે મેં પ્રયત્ન કરી મારું માથું બહાર કાઢી લીધું હતું. એ પછી મને ખ્યાલ નથી કે શું થયું? પણ આમાં ગુડ્ડુનું પણ મોત નિપજ્યું હતું.’ આ ઘટનામાં સેટેલાઇટ પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી પ્રમાણે, જ્યારે મજૂરો કામ કરી રહ્યાં હતાં તે સમયે અચાનક ભેખડ ધસી પડી અને નીચે કામ કરી રહેલા 2 મજૂર દટાયા હતા. મજૂરોને બહાર કાઢવાની કામગીરી દરમિયાન બીજીવાર ભેખડ ધસી પડી અને તેમાં અન્ય મજૂરો દટાયા હતા. ત્યાર પછી તરતજ ત્રીજીવાર ભેખડ ધસી પડી હતી. આ દૂર્ઘટનામાં 3 મજૂરનાં મૃત્યુ થયાં હતાં જ્યારે 6 મજૂર ઘાયલ થયા હતા. તેમાંથી 1 મજૂરને માથામાં ઈજા થતાં તેની સ્થિતિ ગંભીર છે.
અમદાવાદઃ શહેરના આનંદનગરમાં ‘ક્લાઉડ-9’ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતાં મજૂરો પર ભેખડ ધસી પડતાં 3 મજૂરોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટના ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ બની, જ્યાં આનંદનગર પોલીસ સ્ટેશનની પાછળ ઉમિયાવિજય સોસાયટીના નેળિયામાં કેટલાક સમયથી ‘ક્લાઉડ-9’ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન દરમિયાન ભેખડ ધસી પડતા દૂર્ઘટના સર્જાઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -