ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે શું આપ્યો મોટો ચુકાદો? જાણો વિગત
ભૂપેન્દ્રસિંહની જીત પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ કરી હોવાની અરજી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે કરી હતી. હવે રાઠોડની ઈલેક્શન પિટિશન પર આગામી દિવસોમાં સુનાવણી થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભાની ચૂંટણીમાં બાવળા બેઠક પરથી મોટા કદના નેતાની નાની જીત થઈ હતી. વિરોધી ઉમેદવારને 327 જેટલા નજીવા અંતરે હાર આપી હતી અને તેમાં પોસ્ટલ બેલેટથી જીત મળી હતી.
આ જીતને ધોળકા બેઠક પર હારેલા અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી. કોંગ્રેસના ઉમેદવારની અરજી રદ કરવા માટે ભૂપેન્દ્રસિંહે અરજી કરી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અરજીને ફગાવી દીધી હતી.
અમદાવાદ: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગુજરાત હાઈકોર્ટે ઝાટકો આપ્યો છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભા બેઠક પરથી તેઓ માંડ-માંડ 327 મતેથી વિજય મેળવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -