260 કરોડનો કૌભાંડી વિનય શાહ વિદેશમાંથી ઝડપાયો, જાણો ક્યા દેશમાં છૂપાયો હતો?
આ દંપતિ પૈકી ભાર્ગવી પણ દિલ્હીથી વિદેશ ભાગી ન જાય તે માટે એલર્ટ જાહેર કરાયું છે. આ દંપતિએ થલતેજના પ્રેસિડેન્ટ હાઉસમાં તેમણે વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન નામથી ઓફિસ ખોલીને લોકોને જાહેરખબર જોવાના બદલામાં તગડી કમાણીની લાલચ આપી હતી. એ પછી કરોડો રૂપિયા ઉઘરાવીને આખો પરિવાર ફરાર થઈ ગયો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત પોલીસે આ મામલે નેપાળ પોલીસને જાણ કરતાં નેપાલ પોલીસે વિનય શાહની તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં તે કાઠમંડુની એક હોટલમાં છૂપાયો હોવાની પાકી બાતમી મળતાં પોલીસે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. વિનય શાહને લેવા માટે હવે સીઆઈડી ક્રાઈમની ટીમ નેપાળ જશે.
વિનય શાહ તથા ભાર્ગવી શાહ નામના આ દંપતિએ થલતેજમાં વર્લ્ડ ક્લેવરેક્સ-આર્ચર ડીજી કંપનીના નામે ઓફિસ ખોલીને લોકોને કરોડોમાં નવડાવી દીધા છે. આ કૌભાંડ પછી વિનય શાહ ભાગીને નેપાળમાં જતો રહ્યો હતો જ્યારે તેની પત્ની ભાર્ગવી શાહ દીલ્હીમાં છે તેવા અહેવાલ મળ્યા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં ઈન્ટરનેટ પર જાહેરખબર જોવાના રૂપિયા આપવાની લાલચ આપીને વિનય શાહ અને ભાર્ગવી શાહ નામનું દંપતિ લોકોના રૂપિયા 260 કરોડ લઈને ફરાર થઇ ગયા હતા. આ કૌભાંડનો સૂત્રધાર વિનય શાહ અંતે ઝડપાયો છે. નેપાળ પોલીસે વિનય શાહને કાઠમંડુમાંથી ઝડપી લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -