અમદાવાદઃ સ્પાના માલિકે મેનેજર યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, ગ્રાહકો સાથે પણ સેક્સ માણવા કહ્યું ને......
સંચાલકે એ પછી યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબધો બાંધ્યા હતા. આનંદુ તેને પોતાના વતન કેરળ પણ લઈ ગયો હતો. કેરળમાં પોતાના વતનમાં તેણે પોતાના પરિવારજનોને લગ્ન કરી લીધા હોવાની વાત કરી હતી. આ દરમિયાન તેણે યુવતી સાથે અનેક વાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેરળથી પાછા ફરીને સંચાલકે યુવતીને સ્પામાં આવતા ગ્રાહકો સાથે શારિરીક સબંધ બાંધવા કહ્યું હતું. યુવતીએ આવી પ્રવૃત્તિ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી તેથી આનંદુએ યુવતી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મામલે બંને વચ્ચે તકરાર થતાં અંતે યુવતીએ સ્પાના સંચાલક સામે ગુનો નોધાવ્યો હતો.
નવરંગપુરાના સંચાલકે યુવતીનો મોબાઇલ નંબર પાલડી વિસ્તારમાં નારાયણનગર કોમ્પલેક્સમાં આવેલા ગ્રંદ્યા સ્પાના સંચાલક આનંદુ. જે. એસને આપ્યો હતો. આનંદુએ પોતાના ત્યાં યુવતીને રૂપિયા 20 હજાર પગાર આપીને મેનેજર તરીકે નોકરીએ રાખી હતી. મૂળ કેરળના આનંદુએ ત્યાર બાદ યુવતી સાથે મિત્રતા કેળવી હતી.
અમદાવાદઃ પાલડીમાં આવેલા સ્પાના સંચાલકે લગ્નની લાલચ આપીને યુવતીને પોતાને ત્યાં મેનેજર તરીકે નોકરીએ રાખી હતી. ત્યાર બાદ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એ પછી તેણે યુવતીને સ્પામાં આવતા અન્ય ગ્રાહકો સાથે પણ શારીરિક સંબંધો બાંધવા દબાણ કરતાં યુવતીએ સંચલાક સામે ફરિયાદ નોંધાવી છે.
મૂળ ધોળાકુવાની અને ગાંધીનગર ખાતે રહેતી આ યુવતીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, પોતે ડિસેમ્બર માસમાં નવરંગપુરા ના એક સ્પામાં બ્યુટીશીયન તરીકે ઘેરબેઠાં કામ મળે તે માટે મળવા ગઈ હતી. તેની ઈચ્છા સ્પામાં નોકરી કરવાની ન હતી તેથી સ્પાના સંચાલકે તેનો નંબર લઈને બીજે રેફરન્સ આપવા કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -