ગુજરાતમાં આ ઓઈલ કંપનીઓ ખોલશે 4400થી વધારે પેટ્રોલ પમ્પ, જાણો વિગત
અમદાવાદઃ ભારત સહિત ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ પમ્પ નેટવર્કનું વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું છે. પીએસયુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ- આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ દ્વારા પેટ્રોલ અને ડિઝલની વધતી માંગને ધ્યાનમાં રાખી રિટેલ નેટવર્કનું વિસ્તરણ કરશે. રિટેલ આઉટલેટ નેટવર્કનાં વિસ્તરણથી રોજગારીનું પણ સર્જન થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રસંગે ઓઈલ ઉદ્યોગનાં રાજ્યકક્ષાનાં સંયોજક અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.નાં ગુજરાત રાજ્યનાં એક્ઝિક્યુટીવ ડાયરેકટર એસ. એસ. લાંબા, બીપીસીએલનાં સ્ટેટ હેડ સાઈબલ મુખરજી, એચપીસીએલનાં ચીફ જનરલ મેનેજર રાજેશ મેહતાની અને આઈઓસીએલના જનરલ મેનેજર વી સી અશોકન ઉપસ્થિત રહ્યા હતાં.
આજે એક પત્રકાર પરિષદમાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા ગુજરાતમાં રિટેલ આઉટલેટ વિસ્તરણ યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી. જે મુજબ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં ૨૩૫૦, દાદરા અને નગર હવેલીમાં ૨૧ તેમજ દમણ અને દીવમાં ૧૬ મળીને કુલ ૨૩૮૭ નવા આઉટલેટસ ખોલવા માંગે છે. બીપીસીએલ ગુજરાતમાં ૯૯૮, દાદરા અને નગર હવેલીમાં ૮ તેમજ દમણ અને દીવમાં ૫ મળીને કુલ ૧૦૧૧ નવા આઉટલેટસ ખોલવા માંગે છે. એચપીસીએલ ગુજરાતમાં ૧૧૦૨, દાદરા અને નગર હવેલીમાં ૧૯ તેમજ દમણ અને દીવમાં ૧૧ મળીને કુલ ૧૧૩૨ નવા આઉટલેટસ ખોલવા માંગે છે. આ ત્રણેય કંપનીઓ મળીને ગુજરાતમાં કુલ 4450 નવા આઉટલેટ્સ ખોલશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -