હાર ભાળી ગયેલ ભાજપે મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડની રમત શરૂ કરી, કયા નેતાએ આપ્યું આ નિવેદન, જાણો વિગતે
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 14 તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોમવારે જણાવ્યું હતું કે હારની બીકે ભારતીય જનતા પાર્ટી વિકાસનો ખોટો દેખાડો બંધ કરવા મજબૂર થઈ મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડ રમી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે વધુમાં કહ્યું હતું કે, મને જીતનો વિશ્વાસ છે. ગુજરાતમાં વિકાસનો મુદ્દો પાછળ જતો રહ્યો છે કેમ કે સત્તાધારી ભાજપ છેલ્લા ઉપાય તરીકે સાંપ્રદાયિક કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે. આ બધાં પોતાનો વાસ્તવિક રંગ બતાવી રહ્યા છે. મહિનાઓ સુધી વિકાસની વાત કરશે, પરંતુ છેલ્લા સમયે મતદારોનું ધ્રુવીકરણ કરશે.
જીજ્ઞેશ મેવાણી જણાવ્યું હતું કે, ભાજપ તેને નિશાન બનાવી રહી છે કેમ કે ચૂંટણીમાં તેનો કોઈ એજન્ડા નથી. તેણે કહ્યું હતું કે આ પ્રકારની ચાલ કામ નહીં આવે. ગુજરાતની જનતા જાણે છે કે જીજ્ઞેશ મેવાણી પ્રામાણિક વ્યક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેની વિરુદ્ધ પ્રચારમાં ઉતારી ભાજપ પોતાના ગભરાહટ બતાવી રહી છે.
મેવાણીએ જણાવ્યું હતું કે તેમણે મને 50 હજાર રૂપિયાનો ચેક આપ્યો. શું એના પર સવાલ કરવો જોઈએ કે જય શાહની કમાણીમાં 16 હજાર ગણા વધારા પર? મેવાણી 2014માં ભાજપ સત્તા પર આવ્યા બાદ અમિત શાહના પુત્ર જય શાહની એક કંપનીના ટર્નઓવરમાં અનેકગણા વધારાના આરોપોનો ઉલ્લેખ કરી રહ્યા હતાં. ભાજપ અને અમિત શાહના પુત્ર જય શાહે આ અહેવાલ ખોટા અને અપમાનજનક જણાવતાં ફગાવી દીધા હતાં.
મેવાણીએ કહ્યું હતું કે, જો એસડીપીઆઈને કોઈ આતંકવાદી સંગઠન કે જેહાદી જૂથ સાથે કોઈ લેવા દેવા છે તો પછી કેમ અમિત શાહ, રાજનાથ સિંહ અને નરેન્દ્ર મોદી આટલા વર્ષ ચૂપ રહ્યા?
મેવાણીએ કહ્યું હતું કે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા પાસેથી 50 હજાર રૂપિયાનો ચેક લેવા પર ભાજપ સાંપ્રદાયિક આધાર પર તેના પર નિશાન સાધી રહી છે. તેને બદલે પાર્ટીએ પોતાના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની સંપત્તિમાં અસાધારણ વધારાનું કારણ જણાવવું જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -