ડો. તોગડિયાના જૂઠાણાનો ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ, જાણો કોણે 108ને ફોન કર્યો અને બેભાન થયાના મામલે શું જૂઠાણું ચલાવ્યું ?
જો કે પોલીસે કેટલીક એવી હકીકતો બહાર પાડી છે કે જેના કારણે ડો. તોગડિયાના નિવેદન અંગે શંકા ઉપજી છે. ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર જયેશ ભટ્ટે પત્રકારોને જણાવ્યું હતું કે, કોઈ અજાણી વ્યક્તિએ 108ને ફોન કર્યો હતો તેવો તોગડિયાનો દાવો સાવ ખોટો છે. ઘનશ્યામભાઈએ તેમના ડ્રાઇવર નિકુલ રબારીની મદદથી 108ને ફોન કર્યો હતો અને અજાણ્યા માણસ બીમાર થયાનું જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા સોમવારે ગૂમ થઈ ગયા બાદ દસ કલાક પછી બેભાન હાલતમાં મળી આવ્યા હતા તેવો દાવો કરાયો હતો. મંગળવારે સવારે પત્રકાર પરિષદમાં તેમણે કેટલાક ખુલાસા કર્યા હતા અને પોતે કઈ રીતે હોસ્પિટલમાં પહોંચ્યા તે ખબર નથી તેવો દાવો કર્યો હતો.
જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું કે એરપોર્ટ ખાતે તેઓ કાર લઈ જાતે જ પહોંચ્યા હતા, ત્યાર બાદ તેમણે એમ્બ્યૂલન્સ બોલાવી હતી અને તેઓ જ હોસ્પિટલ જાતે આવ્યા હતા. આમ તેમણે તેઓ બેભાન થઈ ગયાની હકીકત જાહેર કરી તે ખોટી સાબીત થઈ છે.
ડો. તોગડીયા સામે રાજસ્થાન કોર્ટ દ્વારા વોરન્ટ નીકળ્યા બાદ ડો. તોગડિયા ગુમ થયા હતા. આ ઘટનાના દસ કલાક બાદ તેઓ અમદાવાદની ચન્દ્રમણી હોસ્પિટલમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા તેવો દાવો તેમણે કર્યો હતો. મંગળવારે તેમણે પત્રકાર પરિષદ કરીને કેન્દ્ર સરકાર સામે આક્ષેપો કર્યા હતા.
એમ્બ્યુલન્સ સ્ટાફે સારવારની વાત કરતાં તેમણે સારવાર લેવાની ના પાડી હતી તથા તેમનું બીપી (બ્લડપ્રેશર) પણ બરાબર હતું. રસ્તામાં ખુદ તેમણે જ સિવિલ જવાને બદલે ચંદ્રમણિ હોસ્પિટલ જવાનું કહ્યું હતું. આ ઉપરાંત ડો. તોગડિયાના અંગત માણસ હોસ્પિટલના સતત સંપર્કમાં હતા.
ભટ્ટે દાવો કર્યો કે, તમામ ફોન કોલ્સ અને સીસીટીવી ફુટેજના આધારે સ્પષ્ટ થયું છે કે 108ને ફોન બીજો કોઈએ નહીં પણ ઘનશ્યામભાઈએ જ કર્યો હતો. એટલું જ નહીં ઘનશ્યામભાઈએ ડો. તોગડિયાને ચંદ્રમણી હોસ્પિટલ લઈ જવાનું કહ્યું. 108ને ફોન કર્યા પછી ડ્રાઇવરને કાર સાથે મોકલી દીધો હતો અને પોતે પ્રવીણભાઈ સાથે 108ની રાહ જોઇને બેઠા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -