ફિક્સ પગારદારોના પગારમાં જંગી વધારો, જાણો કોને કેટલો થશે ફાયદો?
વર્ગ 3ના કર્મચારીઓના પગાર 11500થી વધારી 73 ટકા વધારો કરવામાં આવ્યો છે, જેથી તેમનો પગાર હવે 19950 રૂપિયા થઈ જશે. જેમનો પગાર 16500 હતો, તેમાં 90 ટકા વધારોનો વધારો કરાયો છે. 17000ના પગારમાં 124 ટકા વધારો કર્યો છે. જેથી હવે તેમનો પગાર 38090 રૂપિયા થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જાહેરાતના કારણે ફિક્સ પગારદારોમાં ઉત્સાહનો માહોલ છે. ફિક્સ પગાર માટે લડત ચલાવી રહેલા પ્રવીણ રામે પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. વર્ગ 4ના કર્મચારીઓને 10500 રૂપિયા ઉચક ચુકવવામાં આવતાં હતા. જેમાં 63 ટકા વધારો કરી હવે 16224 પગાર કરી દેવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલી ફેબ્રુઆરીથી આ નિર્ણયનો અમલ થશે. 2006થી ભરતી થયેલા કર્મચારીઓને પણ સેવાનો સળંગ લાભ મળશે. 1300 કરોડનો આર્થિક બોજ સરકારી તિજોરી પર પડશે.
ગાંધીનગરઃ છેલ્લા કેટલાય સમયથી ફિક્સ પગાર મુદ્દે ચાલી રહેલા પ્રશ્નનો અંતે ઉકેલ આવ્યો છે. આજે ગુજરાત સરકારે ફિક્સ પગારદારોના પગારમાં જંગી વધારો કર્યો છે. 2006થી ચાલતી ફિક્સ પે નિમણૂકોના પગારમાં વધારો કર્યો છે.
આ જાહેરાતથી 1 લાખ 18 હજાર 738 ફિક્સ પે પગારદાર કર્મીઓને ફાયદો થશે. પ્રથમ દિવસથી ફિક્સ પે કર્મીઓની સેવા સળંગ ગણવામાં આવશે. સિનિયોરિટી અને પ્રમોશનમાં આ પાંચ વર્ષ નહોતા ગણાતા તે હવે ગણાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -