✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાયબર હુમલાની આશંકાને પગલે RBIના એલર્ટ પછી અમદાવાદના ATM બંધ, જાણો કેટલા દિવસ રહેશે બંધ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 May 2017 09:23 AM (IST)
સાયબર હુમલાની આશંકાને પગલે RBIના એલર્ટ પછી અમદાવાદના ATM બંધ, જાણો કેટલા દિવસ રહેશે બંધ?
1

અમદાવાદમાં એટીએમ બંધ કરી દેવામાં આવતાં ATM પર પૈસા ઉપાડવા આવનાર લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જોકે, સુરક્ષાના કારણોસર ATM બંધ કરાયાં છે. જે હજુ બે દિવસ સુધી બંધ રહેવાના છે. આ પછી એટીએમ ચાલું કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

2

ભારતીય રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કોને એલર્ટ આપતા જણાવ્યું હતું કે, રેન્સમવેર અટેક એટીએમ પર પણ થઇ શકે છે. નોટબંધી બાદ રેનસમવેર વાયરસના કારણે એટીએમ બંધ થયા છે. જેને કારણે લોકોની મુશ્કેલી ફરી વધી છે. અમદાવાદમાં 25 હજાર એટીએમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ એટીએમ આગામી બે દિવસ સુધી બંધ રહેવાના છે.

3

અમદાવાદઃ દુનિયાભરમાં 100થી વધુ દેશોમાં થયેલા રેન્સમવેર અટેકથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. આ સાયબર હુમલાની અસર બેન્કો અને એટીએમને પણ થઇ શકે છે તેની શંકાના આધારે દેશભરમાં મોટી સંખ્યામાં એટીએમ બંધ કરવાનો આદેશ આરબીઆઇ દ્વારા આપવામાં આવ્યો છે. આ આદેશને પગલે અમદાવાદમાં તમામ એટીએમ બંધ કરી દેવામાં આવ્યા છે.

4

આરબીઆઇએ કહ્યું કે, એટીએમ પર પણ સાયબર હુમલો થઇ શકે છે જેને કારણે બેન્કોએ સચેત રહેવું જોઇએ. બેન્કોએ એટીએમને અપડેટ રાખવા જોઇએ. ભારતમાં લગભગ 70 ટકા એટીએમ આઉટડેટેડ સોફ્ટવેરનો ઉપયોગ થઇ રહ્યો છે. જેને કારણે તેને નિશાન બનાવવું સરળ રહેશે.

5

ગૃહમંત્રાલયે કહ્યું હતું કે, સાયબર હુમલાની આશંકાને પગલે દેશભરમાં અનેક એટીએમ બંધ કરી દેવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયે કહ્યું કે, અમે હાલમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. સુત્રોના કહેવા પ્રમાણે, આગામી બે દિવસ સુધી એટીએમ બંધ રહે તેવી શક્યતા છે.

  • હોમ
  • અમદાવાદ
  • સાયબર હુમલાની આશંકાને પગલે RBIના એલર્ટ પછી અમદાવાદના ATM બંધ, જાણો કેટલા દિવસ રહેશે બંધ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.