અમદાવાદઃ સગીરા પર રેપ કરી હત્યાના કેસમાં પોલીસકર્મીની ધરપકડ, શું હતી સંડોવણી?
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, રિતેશ પંચાલે નશો કરીને સગીરા પર અત્યાચાર ગુજાર્યા હતા. સગીરા તેની ઈચ્છા અનુસાર સેક્સ વર્કર તરીકે કામ કરવા તૈયાર નહોતી તેથી છેવટે તેણે તેની હત્યા કરી નાંખી અને પછી તેની લાશને કોથળામાં ભરી દીધી. આ લાશ ગંધાવા માંડતાં રણજીત અને રિતેશના પાપનો ઘડો ફૂટી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રાહકને જોતાં રીંકુએ બૂમાબૂમ કરી મૂકી હતી તેથી તેને પરાણે સોફ્ટ ડ્રીંક્સમાં દવા ભેળવીને બેભાન કરી દેવાઈ હતી. એ પછી રિતેશ અને રણજીતે તેની સાથે સેક્સ માણીને પોતાની હવસ સંતોષી હતી. પછી બંનેએ સગીરાની હત્યા કરી નાંખી હતી. રણજીત ઝાલા અને રિતેશની પૂછપરછમાં પોલીસને આ વિગતો મળી છે.
રિતેશ ગ્રાહકો લઈ આવતો અને રીંકુને તેમની હવસ સંતોષવાની ફરજ પાડીને ઘૃણાસ્પદ કાર્ય કરાવતો. રિતેશનો મિત્ર રણજીત ઝાલા તેને પૈસાની લાલચમાં સાથ આપતો હતો. રીંકુની હત્યાના દિવસે પણ રિતેશ ગ્રાહક લઈ આવ્યો હતો અને શરમજનક વાત એ છે કે અમદાવાદના ટ્રાફિક એએસઆઇ લાખનસિંહને ગ્રાહક તરીકે આવ્યો હતો. આ એએસઆઇની ધરપકડ કરવામાં આવી છે. વધુ વિગતો હવે સામે આવશે.
અમદાવાદઃ નવા કૃષ્ણનગર બાપા સીતારામ ચોક પાસે આવેલા વિશ્વકર્મા એવન્યૂના ફ્લેટ નંબર 38માંથી કોથળામાંથી મળેલી રીંકુ મકવાણા નામની છોકરીની લાશના પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે અને બેમાંથી એક રિતેશ પંચાલ રીંકુનો બોયફ્રેન્ડ હતો. આ કેસમાં ટ્રાફિક એએસઆઇ લાખનસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને મળેલી માહિતી પ્રમાણે રીંકુને રિતેશ પંચાલે પ્રેમના બહાને ફસાવી હતી. રિતેશ પંચાલ સાબરકાંઠાથી રીંકુને ભગાડીને અમદાવાદ લાવ્યો હતો. આ મામલે સાબરકાંઠાના જાદર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સોની કલમો હેઠળ ફરિયાદ પણ નોંધાઈ હતી. રિતેશે રીંકુને અમદાવાદમાં સેક્સ રેકેટમાં ધકેલી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -