✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સત્તાવાર જાહેરાત અગાઉ નીતિન પટેલનો ABP અસ્મિતા સામે સ્વીકાર, 'નાણાં મંત્રાલય સોંપાયું'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Dec 2017 11:14 AM (IST)
1

પાર્ટી સાથે વાત થયા બાદ હવે હું બપોરે ગાંધીનગર જઇને મારા મંત્રાલયનો ચાર્જ સંભાળી લઇશ, મને પાર્ટી કે કોઇ સાથે વાંધો નથી. હું સત્તા માટે નથી આવ્યો પણ માન સમ્માન પ્રમાણે ખાતું સોંપાય એવી આશા રાખું છે.

2

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, પાર્ટીએ મને યોગ્ય ખાતા સોંપવાનું આશ્વાસન આપ્યુ છે અને બપોરે આ અંગે રાજ્યપાલને પત્ર પણ મોકલી આપશે. મે હંમેશા પાર્ટીની સૂચના પ્રમાણે કાર્ય કર્યું છે.

3

નીતિન પટેલે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે, મને વરિષ્ઠ મંત્રી તરીકે બે નંબરનું સ્થાન અપાયું છે, કયા કારણોસર મારી પાસેથી ખાતા પરત લઇ લેવામાં આવ્યા જેને લઇને મે સીએમ અને પાર્ટી હાઇકમાન્ડ અને અમિતશાહ સાથે વાત કરી હતી. ત્યારબાદ સીએમ અમે હાઇકમાન્ડે મને યોગ્ય ખાતાની ફાળવણીનું આશ્વસન આપ્યુ હતું. મે કહ્યું હતું કે, મને યોગ્ય ખાતા ન મળે તો મંત્રી મંડળમાંથી મુક્ત કરવામાં આવે.

4

અમદાવાદઃ ગુજરાતના ડેપ્યૂટી મુખ્યમંત્રી નીતિન પટેલ આખરે ઠંડા પડ્યા છે. છેલ્લા બે દિવસથી ખાતાની ફાળવણીને લઇને નારાજ થઇ ગયેલા નીતિન પટેલ હવે બપોરે ગાંધીનગર જઇ પોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો છે. નીતિન પટેલે સત્તાવાર જાહેરાત પહેલા એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ પહેલા નીતિન પટેલે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, મે મારી લાગણી પાર્ટી હાઇકમાન્ડને જણાવી હતી અને મને માન સમ્માન સાથે અનુકુળ ખાતાની ફાળવણીનું આશ્વસન આપ્યું હતું.

  • હોમ
  • અમદાવાદ
  • સત્તાવાર જાહેરાત અગાઉ નીતિન પટેલનો ABP અસ્મિતા સામે સ્વીકાર, 'નાણાં મંત્રાલય સોંપાયું'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.