અમદાવાદની તન્ઝીમને કાશ્મીરમાં ન ફરકાવા દેવાયો ત્રિરંગો, શ્રીનગર એરપોર્ટથી જ મોકલાઇ પાછી
શ્રીનગર પહોંચેલા મેરાણી પરિવારને વીઆઈપી લોન્જમાં લઈ જવાયો હતા, જ્યાં તેમને વીઆઈપી ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી. એટલું જ નહીં તમામ અધિકારીઓએ તન્ઝીમને તેણે કરેલા સાહસ બદલ શાબાશી પણ આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહત્વની વાત એ છે કે, કાશ્મીરમાં ભારતનો ત્રિરંગો ન ફરકાવાતો હોવાના દુઃખ સાથે શ્રીનગર એરપોર્ટ પર પહોંચેલ તન્ઝીમને એરપોર્ટ પર જ અલગાવવાદીઓનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર તન્ઝીમ અને તેના સમર્થનમાં લોકોએ નારા લગાવ્યા, ત્યારે જેની સામે અલગાવવાદીઓએ નારા લગાવ્યા હતા.
અમદાવાદઃ કાશ્મીરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવવા ગયેલા અમદાવાદની તન્ઝીમ અને મેરાણી પરિવારને શ્રીનગર એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યો હતો અને તેમને દિલ્લી પરત મોકલ્યા હતા. તન્ઝીમ તેના માતા-પિતા સાથે કાશ્મીર ધ્વજવંદન કરવા તો પહોંચી, પરંતુ શ્રીનગર એરપોર્ટ પર જ સુરક્ષાના કારણોસર રોકવામાં આવી હતી અને લાલચોકમાં જવાની પરવાનગરી ન અપાઇ. જોકે, તન્ઝીમે જીદ્દ પકડી હતી અને પરત ન જવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે અનશન કરવાની ચિમકી આપી હતી. જોકે, બધાએ સમજાવતાં તે માની ગઈ હતી. આ પછી તેમણે શ્રીનગર એરપોર્ટ પર ધ્વજ લહેરાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -