પાણી, વીજળી અને ગેસ કનેક્શનના બિલને લઈને ગુજરાત સરકારે શું કરી મોટી જાહેરાત? જાણો તમારા ફાયદાની વાત
નાણાં વિભાગના આદેશ પ્રમાણે આવી સેવાઓના બિલની ચુકવણી નિયત સમયમર્યાદામાં ન થાય તો પણ 24મી નવેમ્બર સુધી આવી સેવાઓના કનેક્શન નહીં કાપવા અને વિલંબિત ચુકવણી પર કોઈ વ્યાજ ન વસૂલવા જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાણાં વિભાગના પરિપત્ર મુજબ, કેન્દ્ર સરકારે બેંક ખાતામાંથી પ્રત્યેકને એક દિવસમાં રૂ. 10 હજાર અને એક અઠવાડિયામાં મહત્તમ રૂ. 20 હજાર સુધીનો રોકડ ઉપાડ કરવાની મર્યાદા નિશ્ચિત કરી હોવાથી બિલ ભરવામાં તકલીફ પડી શકે છે તે સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે.
આ અંગે સંબંધિત વહીવટી વિભાગો દ્વારા તેમના નિયંત્રણ હેઠળ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી દીધી છે. આ સેવાઓમાં પાણી, વીજળી, ગેસ, શિક્ષણ અને ગટર વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ નિર્ણયને કારણે લોકોને થોડી રાહત મળી જશે.
ગાંધીનગરઃ રૂપિયા 500 અને 1000ની નોટો બંધ થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે ગુજરાત સરકારે મહત્વની સેવાઓ ઈલેક્ટ્રીસિટી, પાણી, ગેસના બિલ ભરવામાં મોડું થાય તો પણ તેમના કનેક્શન નહીં કાપવાનો રાજ્ય સરકારે સંબંધિત વિભાગ, નિગમ, બોર્ડ, કંપનીઓને આદેશ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -