મોરબીઃ સરકાર દ્ધારા જૈનોને રૂપિયા આપવા પર અલ્પેશ ઠાકોરે કહ્યું- ઠાકોર સમાજને આપો 5 હજાર કરોડ રૂપિયા
અલ્પેશ ઠાકોરે સભાને સંબોધન કરતા સમાજને વ્યસનમુક્તિ અને શિક્ષણ પર ભાર મુક્યો હતો. રાજ્ય સરકાર પર પ્રહારો કરતા અલ્પેશે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણીએ જૈન પથ માટે 250 કરોડ આપ્યા તો ઠાકોર વિકાસ નિગમ માટે 5 હજાર કરોડ ફાળવે નહીતર આગામી દિવસોમાં જાહેરમંચ પરથી જવાબ માંગવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રસંગે અલ્પેશ ઠાકોરે રાજ્યભરના માર્ગો પર જૈન સાધુ-સાધ્વી માટે રસ્તો બનાવવા રૂપિયા ફાળવવા મુખ્યમંત્રી રૂપાણીના નિર્ણય પર નિશાન સાધ્યું હતું. અલ્પેશ ઠાકોરે માંગણી કરી હતી કે મુખ્યમંત્રીએ જૈન પથ માટે ૨૫૦ કરોડ આપ્યા, ઠાકોર સમાજ માટે 5000 કરોડ આપે.
મોરબીઃ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબીમાં આજે પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર અને ઉપ્રપ્રમુખ રમેશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સમૂહલગ્નમાં 16 દંપતીઓએ પ્રભુતાના પગલા માંડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -