તારક મહેતાએ 10 વર્ષ અગાઉ દેહદાન માટે ભર્યું હતું ફોર્મ, VS હોસ્પિટલને કરાયું દેહનું દાન
મળતી વિગતો અનુસાર, તારક મહેતાએ 21 ઓગસ્ટ, 2007ના રોજ પોતાના નિધન બાદ કોઈ ધાર્મિક વિધિ નહીં કરીને દેહનો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગ થાય તે માટે એન. એચ. એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજના દાન કરવા માટેનું ફોર્મ ભરી દીધું હતું. આ ફોર્મમાં સાક્ષી તરીકે તેમના ધર્મપત્ની ઈન્દુ મહેતા અને પુત્રી ઈશાની મહેતાએ સહી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલની આખી ટીમ પ્રાર્થનાસભામાં હાજર રહેશે. ઉપરાંત અમેરિકામાં રહેતી અસિત મોદીની દીકરી ઇષિતા આવતીકાલે અમદાવાદ આવશે.
અમદાવાદઃ 87 વર્ષીય જાણીતા હાસ્ય લેખક તારક મહેતાનું અમદાવાદ ખાતે આવેલા તેમના નિવાસસ્થાને લાંબી માંદગી બાદ નિધન થયું હતું. તારક મહેતાના પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લેતા તેમના દેહને વીએસ હોસ્પિટલમાં લવાયો હતો. ઉલ્લેખનીય છે કે તારક મહેતાએ 10 વર્ષ પહેલાં જ પોતાના દેહના સદઉયોગ માટે દેહદાનનું ફોર્મ ભરી દીધું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -