અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેની રિટર્ન ટોલફીમાં થયો ઘટાડો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
આ મુદ્દે રિટર્ન ટિકિટ ખરીદી પર ડિસ્કાઉન્ટ જાહેર કરવા વાહન ચાલક દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી હાઇકોર્ટે આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટીને ચુકાદો આપીને આજથી ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરવાનું જણાવતાં હવેથી આરબીઆઇ ઓથોરિટી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર રિટર્ન રપ ટકા ડિસ્કાઉન્ટ આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી. રિટર્ન ટિકિટમાં ડિસ્કાઉન્ટના મામલે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં વાહનચાલકની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. અત્યાર સુધી આરબીઆઇ દ્વારા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વાહન ચાલકો પાસેથી રૂ.૯પ સિંગલ ટાઇમ અને રિટર્ન મુસાફરીના પણ રૂ.૯પ એમ આવવા જવાના રૂ.૧૯૦ લેવામાં આવતા હતા. જ્યારે દેશના અન્ય ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોને ર૪ કલાકમાં રિટર્ન મુસાફરી કરે તો રપ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
એક અંદાજ પ્રમાણે એક્સપ્રેસ વે પર ૧૦ હજાર જેટલાં વાહનો પસાર થાય છે તે પૈકી ૬૦૦૦ ઉપરાંત કાર પસાર થતી હોવાનો અંદાજ છે. વર્ષ ર૦૧૬ ઓગસ્ટમાં એક્સપ્રેસ વે પર રૂપિયા પ થી ૧૦નો વધારો અમલી કરાયો હતો. હવે અમદાવાદથી વડોદરા, આણંદ, નડિયાદની ર૪ કલાક માટેની મુસાફરીની રિટર્ન ટિકિટમાં પણ રપ ટકા ડિસ્કાઉન્ટ મળશે.
અમદાવાદઃ 1લી માર્ચ એટલે કે આજતી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ પર મુસાફરી કરવી સસ્તી પડશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેની રિટર્ન ટોલ ફી 190ના બદલે હવે 162 રૂપિયામાં પડશે. આમ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેનો ઉપયોગ કરનાર કોઇ પણ વાહન ચાલકને હવે રિટર્ન ટિકિટ લેવાથી રપ ટકાનો ફાયદો થશે. અત્યાર સુધી આ વે પર રિટર્ન મુસાફરી માટેની ટોલ ફીમાં કોઇ જ રાહત આપવામાં આવતી ન હતી. હવે રિટર્ન ટિકિટ પર મુસાફરને રૂ.૩૮નો ફાયદો થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -