નડિયાદઃ દીકરીની 15 વર્ષની ફ્રેન્ડ સાથે બાંધ્યા સેક્સ સંબંધ, પછી ભગાડી ગયા ને છેવટે આવ્યો કરૂણ અંજામ
લોકઅપ પર ફરજ બજાવતાં ગાર્ડે કસ્ટડીમાં દિનેશનો મૃતદેહ લટકતો જોયા બાદ અન્ય પોલીસ કર્મચારીઓને જાણ કરી હતી. પોલીસે દિનેશ ઝાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે ચકલાસી પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝાલાને ચકલાસી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. મંગળવાર વહેલી સવારે આરોપી દિનેશ ઝાલાએ પોલીસ કસ્ટડીમાં પાછળની દીવાલે આવેલી બારીના સળિયા સાથે પોતાના શર્ટનો એક છેડો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
ઝાલાએ સગીરાને જુદાજુદા સ્થળે લઈ જઈ તેનવી સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા. આ ઘટના અંગે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે સોમવારે દિનેશ ઝાલાને ઝડપી લઈ તેનું મેડિકલ પરીક્ષણ કરાવ્યાં બાદ અપહરણ, બળાત્કાર અને પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.
દિનેશ ઝાલા જે સગીરાને ભગાડી ગયો હતો એ તેની દીકરીની ફ્રેન્ડ હતી. બંને સાથે ટ્યુશન ક્લાસમાં જતાં હતાં. ઝાલા તેના કારણે સગીરાને ઓળખતો હતો. તેણે સગીરાને ફોસલાવી હતી અને પછી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.
અમદાવાદઃ નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ લોકઅપમાં મંગળવાર સવારે દિનેશ ઝાલા નામના યુવાને ફાંસો ખઈને આપઘાત કરી લીધો હતો. ઝાલા સામે પાલૈયા ગામની 15 વર્ષની સગીરાને લગ્નના નામે ભગાડી જઈ બળાત્કાર કરવાનો આરોપ હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -