અમદાવાદીને ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવવું ભારે પડ્યું, અકસ્માત થયા બાદ બાઈક પર સવાર કપલના શું થયા હાલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Aug 2018 09:09 AM (IST)
1
અમદાવાદઃ અમદાવાદના ખોખરા-હાટકેશ્વર રોડ પર ફુલ સ્પિડે ધુમ સ્ટાઈલમાં બાઇક ચલાવવું યુવાનને ભારે પડ્યું હતું. બપોર સુમારે ખોખરા સર્કલથી હાટકેશ્વર બ્રિજ તરફ જતી વખતે બાઈકની સ્પીડ કંટ્રોલ ન થતાં બાઇક સીધુ દૂકાનના પગથિયામાં અથડાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ધુમ સ્ટાઇટમાં ચાલતી બાઇકને જોઈને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બાઇક અથડાયા બાદ 100 ફુટ ઘસડાયું હતું. જેથી ઘટના સ્થળે જ યુવાનનું મોત થયું હતું. ઝડપને કારણે અન્ય બે બાઇકને પણ અથડાયું હતું.
3
યુવાન અને યુવતીનું કપલ બાઇક પર સવાર હતું. જોત જોતામાં યુવાનનું માથું નિચે ભટકાતાં મોત નિપજ્યું હતું જોકે પાછળ બેઠેલી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -