અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર હિટ & રન: કાર ચાલકે બાઈક સવાર દંપતિને મારી ટક્કર પછી શું થયું? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેને વી.એસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બન્યા બાદ બ્રિજ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અડધો કલાક સુધી બ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો. બાઈક ચાલકને બચાવવા બ્રિજ પર લોકો મદદે આવી ગયા હતાં.
મોડી રાતે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. બ્રિજ પરથી પસાર થઈ રહેલા બાઈક સવાર દંપતિને એક કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈકની પાછળ બેઠેલી મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
અમદાવાદ: મોડી રાતે અમદાવાદમાં રવિવારે હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ જઈ રહેલા કાર ચાલકે બાઈક સવાર દંપતિને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા બાદ પત્નીનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -