ગુજરાતમાં CBSE તથા અન્ય બોર્ડની સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન પડશે કે નહીં ? સરકારે શું આપ્યો આદેશ ? જાણો વિગત
એ જ રીતે અને 5મી નવેમ્બર-2018થી 18મી નવેમ્બર-2018 દરમિયાન દિવાળી વેકેશન રાખવાનો આદેશ પણ મમરજિયાત છે. આવી શાળાઓ તેમની સવલત અનુસાર નવરાત્રી-દિવાળી વેકેશન રાખી શકશે. શાળા નક્કી કરે તો આ વેકેશન ના આપે તો પણ સરકાર તેમની સામે પગલાં નહીં લે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલી સીબીએસઈ તેમજ અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ માટે 10 ઓકટોબર-2018 થી 17 ઓકટોબર-2018 દરમિયાન નવરાત્રી વેકેશન રાખવા અંગેની અગાઉની શિક્ષણ વિભાગની સૂચનાઓનો અમલ કરવો મરજિયાત છે.
આ સૂચનાનો અમલ સીબીએસઈ તેમજ ગુજરાત રાજ્ય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં તકવાનો રહે છે. રાજ્યની શાળાઓમાં વેકેશ ફરજિયાત છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકને આ અંગેની સૂચનાઓનો રાજયવ્યાપી અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે.
આ નિર્ણયનો અર્થ એ થાય કે, સીબીએસઈ તથા અન્ય બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન પાડવું કે નહીં તેનો નિર્ણય સ્કૂલો પોતાની રીતે લઈ શકશે. રાજ્યની શાળીઓમાં 10 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રી વેકેશન અંગે શિક્ષણ વિભાગે આ સ્પષ્ટતા કરી છે.
આ પત્રના સંદર્ભમાં રાજ્ય સરકાર તરફથી શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવરાત્રિ અને દિવાળી વેકેશનને લઈ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા ગ્રાન્ટ મેળવતી સ્કૂલોને જે સૂચનાઓ આપવામાં આવી છે, તે મરજીયાત છે. આ નિર્ણય પ્રમાણે સ્કૂલો પોતાની સવલત અનુસાર, વેકેશનનો નિર્ણય લઈ શકે છે.
ગાંધીનગરઃ રાજ્યની સરકારી કથા ગ્રાન્ટેડ શાળાઓમાં નવરાત્રિ વેકેશન ફરજિયાત હોવાનો પરિપત્ર રાજ્ય સસરકારે મોકલી દીધો હતો. જોકે સીબીએસઈ તથા અન્ય બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન પાડવું કે નહીં તે મુદ્દે અસમંજસ હતી. આ મામલે આ સ્કૂલોએ રાજ્ય સરકારને પત્ર પણ લખ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -