નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નિવેદન બાદ ઠાકોરો કેમ ભડક્યાં? જાણો વિગત
રાજકીય નિવેદન કરી જાણે નાયબ મુખ્યમંત્રીએ ઠાકોરોને ઉશ્કેર્યાં છે. રવિવારે નિતીન પટેલે એવું નિવેદન કર્યું હતું કે, ઠાકોર સેના એલાન આપે, કાર્યકરો આંદોલન કરે અને પરપ્રાંતીયોને ધમકી આપે જેનો મતલબ સાફ છે કે, ઠાકોર સેનાના આગેવાનો સંડોવાયેલા છે અને સીધી ભૂમિકા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના સોલા, રિવરફ્રન્ટ, ઓઢવ, સરદારનગર, ઘાટલોડિયા, વેજલપુર વિસ્તારમાં પરપ્રાંતિય લોકો ઉપર હુમલાની ઘટનાઓ બની છે. રાજ્યભરમાં પરપ્રાંતિય લોકો ઉપર થયેલા હુમલા બાબતે નોંધાયેલા 42 ગુનાઓમાં અમદાવાદમાં 7 ગુના નોંધાયા છે. જેમાં પોલીસે 100 માણસોની ધરપકડ કરી છે.
લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, પાટીદાર આંદોલનને યુ ટર્ન આપવા નાયબ મુખ્યમંત્રીને જ જાણે ઠાકોરેને ઉશ્કેરવામાં રસ જાગ્યો હતો જેના કારણે તેમણે આવું નિવેદન કર્યું હતું. સોશિયલ મીડિયામાં નિતીન પટેલનું આ નિવેદન વાયરલ થયું છે. જેના કારણે ઠાકોર યુવાઓ નાયબ મુખ્યમંત્રી પર ભડક્યા છે.
અમદાવાદ: સાબરકાંઠામાં 14 મહિનાની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરાયા બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ પરપ્રાંતીયો પર હુમલાની ઘટના સામે આવી હતી. પરપ્રાંતીયો પર થતાં હુમલાઓ થવાની ઘટનાઓ હજુ શમી નથી ત્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું નિવેદન કર્યું હતું કે, પરપ્રાંતીયો પર થતાં હુમલામાં ઠાકોર સેના અને તેના આગેવાનોની મૂખ્ય ભૂમિકા છે જેના કારણે બળતાંમાં ઘી ઉમેરાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -