અમદાવાદઃ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની સાસરીમાં મોકલ્યા લવલેટર અને ગિફ્ટ, જાણો પછી શું થયું?
આ પછી તો ગિફ્ટ અને લવ લેટર આવવાનો ક્રમ બની ગયો હતો. જેને કારણે દંપતી વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી કંટાળીને પ્રિયા એક વર્ષ પહેલા પિયર આવી ગઈ છે. તેની સાથે બે વર્ષની દીકરી પણ છે. જોકે, આ એક તરફી પ્રેમીએ પોતાની હરકતો હજુ બંધ ન કરતાં યુવતીની જિંદગી નરક સમાન બની ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, નરોડામાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે) સરકારી નોકરી કરી છે. ત્રણ વર્ષ પહેલા અમરાઇવાડી ખાતે તેના લગ્ન થયા હતા. લગ્નના 6 મહિના પછી પ્રિયાની સાસરીમાં એક ગિફ્ટ આવી હતી અને આ પછી એક લવ લેટર પણ આવ્યો હતો. જેને કારણે યુવતીને તેના પતિ સાથે ઝઘડો પણ થયો હતો.
નરોડા પોલીસે અજાણ્યા યુવક વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે, યુવકની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઓનલાઇન શોપિંગ કરીને યુવક યુવતીને ગિફ્ટ મોકલતો હતો, જેથી પોલીસે ઓનલાઇન શોપિંગના કરનાર લોકોના ડેટા તપાસી રહ્યા છે. સાસરીમાં આવેલા લવલેટર પણ કબજે કરવા માટેની તજવીજ શરૂ કરી છે.
આ એક તરફી પ્રેમી ઓનલાઇન શોપિંગ કરીને યુવતી માટે સાડી, ડ્રેસ અને અન્ય ચીજવસ્તુઓ મોકલાવતો હતો. એટલું જ નહીં, તેણે અનેક લવલેટર મોકલ્યા છે. કંટાળેલી યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જોકે યુવકની હરકતો બંધ થવાની જગ્યાએ વધી જતાં યુવતીએ જી ડિવિઝનમાં રજૂઆત કરી હતી. યુવતીની રજૂઆતને પગલે એસીપીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવા માટેનો આદેશ આપ્યો હતો.
અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક યુવતીને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે તેની સાસરીમાં લવ લેટર અને ગિફ્ટ મુકતાં હોબાળો મચી ગયો છે. અત્યારે યુવતીના લગ્ન ભંગાણને આરે આવી ગયા છે. બીજી તરફ યુવતી પિયર આવી ગયા પછી પણ યુવકની હરકત બંધ ન થતાં તેણે પોલીસ ફરિયાદ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -